Maharashtra Politics:  એકનાથ શિંદેએ ફડણવીસના નિર્ણયની સામે ભર્યું આ પગલું કે ફરી મહાયુતિમાં મતભેદની અટકળો

18 February, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Politics: નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંત્રાલયના સાતમા માળે તેમની પોતાની ઓફિસમાં પોતાની તબીબી સહાય શાખાની સ્થાપના કરી રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદેની ફાઇલ તસવીર

Maharashtra Politics: મહારાષ્ટ્ર સરકારને લઈને ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે. અત્યારે સીએમ દેવેન્દ્ર ફડણવીસજી અને તેમના બે ડેપ્યુટીઓ મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની દેખરેખ રાખી રહ્યા છે, આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના એક એવા નિર્ણયથી સરકારમાં તડ પડી રહી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. 

વાત કઈક એમ છે કે આ ત્રણેય નેતાઓએ તેમના પોતાના મેડિકલ આસિસ્ટન્સ સેલ એટલે કે તબીબી સહાય સેલ ચલાવવાનું શરૂ કર્યું છે. આમ તો સરકાર (Maharashtra Politics) ની સત્તાવાર તબીબી સહાય શાખા મુખ્યમંત્રીના નામે ચાલે છે. પણ આ વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંત્રાલયના સાતમા માળે તેમની પોતાની ઓફિસમાં પોતાની તબીબી સહાય શાખાની સ્થાપના કરી રહ્યા છે. આ સાથે જ અજિત પવારની ઓફિસમાં પણ રાજ્યમાં ગરીબ દર્દીઓને મદદ કરવા માટે પોતાની તબીબી સહાય શાખાની વ્યવસ્થા શરૂ કરી છે.
 
એકનાથ શિંદેએ પોતાનું આગવું તબીબી સહાય શાખાનું નિર્માણ એવે સમયે કર્યું છે જ્યારે મહાયુતિ સરકાર (Maharashtra Politics)માં એકનાથ શિંદેની નારાજગી વર્તાઇ રહી છે. એકબાજુ જ્યાં તેઓ નારાજ હોવાની વાત ચાલી રહી છે ત્યાં જ આવી રીતે અલગ મેડિકલ સેલની રચના કરાઇ છે એટલે હવે ફરી સરકારમાં તડ પડવાની અટકળો વહેતી થઈ છે.

એકનાથ શિંદે (Maharashtra Politics)ની સાથોસાથ અજિત પવારે પણ તેમની ઓફિસમાંથી તબીબી સહાય સેલનો પ્રારંભ કર્યો છે. અજિત પવારની ઓફિસે ડૉ. સંજય ઓક જેવા કેટલાક અગ્રણી ડોકટરોની સાથે ટાયઅપ કર્યું છે અને તેઓ બારામતી અને પૂણેમાં વીકએન્ડ સર્જરી કેમ્પનું આયોજન કરી રહ્યા છે. જિલ્લા સ્તરે કચેરીઓ સ્થાપવાનો અને રાજ્યભરમાંથી દર્દીઓ પર દેખરેખ રાખવાનાં હેતુસર આ કામગીરી કરવામાં આવી રહી છે. 

શા માટે સરકારમાં ફરી મતભેદ હોવાની વાતે વેગ પકડ્યો?

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ડૉ. રામેશ્વર નાયકની તેમના સીએમઆરએફ સેલના વડા તરીકે નિમણૂક કરી હતી. જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે વર્તમાન વડા મંગેશ ચિવતેને હાંકી કાઢ્યા હતા. કહેવાય છે કે ચિવતે શિંદેના નજીકના વિશ્વાસપાત્ર વ્યક્તિ છે. કારણકે એકનાથ શિંદે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સેલનું નેતૃત્વ તેઓ જ કરતાં આવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે તેઓને દૂર કર્યા બાદ ચિવતેને નાયબ મુખ્યમંત્રીના તબીબી સહાય સેલના વડા તરીકે બેસાડવામાં આવ્યા છે. 

હવે રાજ્યમાં સીએમ મેડિકલ હેલ્પ સેલ તો ચાલી જ રહ્યાં છે તેમ છતાં નાયબ મુખ્યમંત્રી મેડિકલ રિલીફ ફંડને ખોળવું અને ફડણવીસ (Maharashtra Politics) દ્વારા સેલમાંથી બહાર કાઢવામાં આવેલ વ્યક્તિને પોતાના સેલને વડા બનાવવા એ સ્પષ્ટપણે દર્શાવે છે કે ફડણવીસ અને શિંદે વચ્ચે બધુ બરાબર નથી. આવી અટકળો વધુ તેજ થઈ રહી છે.

mumbai news mumbai eknath shinde ajit pawar devendra fadnavis maharashtra political crisis political news mantralaya