Maharashtra Politics: BJPના ઘણા નેતા ઉદ્ધવસેના સાથે ગઠબંધન ઈચ્છે છે- રાઉતના દાવા પર ફડણવીસનો પ્રત્યુત્તર શું?

31 January, 2025 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Politics: સંજય રાઉતે અગાઉના ગઠબંધનના સમયને યાદ કરતાં જણાવ્યું હતું કે અગાઉ નરેન્દ્ર મોદી સાથે પણ સારી રીતે શિવસેના કામ કરતી હતી

સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર

Maharashtra Politics: સંજય રાઉતના નિવેદનને કારણે ફરી એકવાર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં જ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એવું કહ્યું હતું કે ભાજપના અનેક નેતાઓ શિવસેના યુબિટી સાથે ગઠબંધન કરવા માંગે છે, હવે સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાઉતના આ દાવાને ફગાવી દીધો છે. 

તમને જણાવી દઈએ કે બીજેપીના મંત્રી ચંદ્રકાંત પાટીલ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની મુલાકાત બીજેપી ધારાસભ્ય પરાગ અલવાણીની પુત્રીના લગ્નના રિસેપ્શનમાં થઈ હતી. ઉદ્ધવના પીએ અને એમએલસી મિલિંદ નાર્વેકરે ચંદ્રકાંત પાટીલને સમારંભમાં પૂછ્યું હતું કે બંને નેતાઓ ફરી ક્યારે એકસાથે (Maharashtra Politics) આવશે. એ વાત પર પાટીલે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, "હું તે સોનેરી ક્ષણની રાહ જોઈ રહ્યો છું."

આ વિશે વાત કરતી વખતે રાઉતે કહ્યું હતું કે, “ચંદ્રકાંત પાટીલ તો પહેલેથી જ શિવસેના-ભાજપ ગઠબંધનના સમર્થક છે. આ ગઠબંધનમાં અગાઉ ચંદ્રકાંત દાદા જેવા નેતાઓ સહિત જૂની પેઢી હતી. હવે, ભાજપમાં ઘણા નવા લોકો છે. તેઓ 25 વર્ષના આ ગઠબંધનનું મહત્વ સમજી શકતા નથી… પરંતુ ચંદ્રકાંત પાટીલની લાગણીઓ એ પક્ષના ઘણા લોકોની લાગણી સમાન છે. કારણ કે અમે તેમની (ભાજપ) સાથે 25 વર્ષ સુધી સારું કામ કર્યું છે."

સંજય રાઉતે (Maharashtra Politics) પોતાની વાતમાં ઉમેર્યું હતું કે, “અમે ભાજપમાં કેટલાક લોકોના અડગ સ્વભાવને કારણે મહા વિકાસ આઘાડીમાં જોડાયા હતા, જો આપણે એ 25 વર્ષના ગઠબંધન તૂટ્યું તેના કારણો જોઈએ તો, અમારું વલણ સાચું હતું. અમે ભાજપ પાસેથી જે માંગણી કરી રહ્યા હતા તે અમારી પાર્ટીના વિભાજન બાદ એકનાથ શિંદેને આપવામાં આવી હતી. અમિત શાહે અમારી માંગને નકારી કાઢી હતી અને શિવસેનાને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.”

ભાજપ-શિંદેસેનાનું ગઠબંધન લાંબો સમય સુધી નહીં ટકે - રાઉત 

સંજય રાઉતે અગાઉના ગઠબંધનના સમય (Maharashtra Politics)ને યાદ કરતાં જણાવ્યું હતું કે અગાઉ નરેન્દ્ર મોદી સાથે પણ સારી રીતે શિવસેના કામ કરતી હતી. એટલું જ નહીં સંજય રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ સાથેનું એકનાથ શિંદે સેનાનું જોડાણ લાંબો વખત ટકવાનું નથી. તેમનું ગઠબંધન તૂટી જશે જેમ અમારી સેના તૂટી ગઈ હતી"

સંજય રાઉતના દાવા પર ફડણવીસે શું કહ્યું?

દિલ્હીની અંદર મીડિયા સાથે વાત કરતી વખતે સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ આખી જ વાત (Maharashtra Politics)ને રદિયો આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે,"સામાન્ય બેઠકોને રાજકીય રીતે ન જોવી જોઈએ. કોઈએ એટલું પણ ભોળું ન બનવું જોઈએ કે લોકો ભોજન સમારંભમાં મળે અને ગઠબંધન થાય અથવા પક્ષો નજીક આવે." એમ કહી તેઓએ સંજય રાઉતના દાવાનો છેદ જ ઉડાડી દીધો હતો.

mumbai news mumbai devendra fadnavis sanjay raut shiv sena bharatiya janata party uddhav thackeray political news maharashtra political crisis