Maharashtra: દર્દનાક કાર અકસ્માત! એક જ ફૅમિલીનાં ચાર જણ બન્યાં કાળનો કોળિયો

04 July, 2025 02:29 PM IST  |  Nagpur | Gujarati Mid-day Online Correspondent

Maharashtra: રિપોર્ટ અનુસાર જયસ્વાલ પરિવાર પૂણેમાં એક કૌટુંબિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયો હતો. ત્યાંથી ગુરુવારે તેઓ તેમની કારમાં નાગપુર પરત ફરી રહ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

Maharashtra: સમૃદ્ધિ મહામાર્ગ પર અવારનવાર એક્સિડન્ટની  દુર્ઘટનાઓ બને છે. ફરી એકવાર ગઇકાલે મોડી રાત્રે અહીં ભીષણ અકસ્માત થયો. જેમાં નાગપુરની એક જ ફૅમિલીના ચાર જણ મૃત્યુ પામ્યાં. 

મૃતકની ઓળખ નાગપુરના ઉમરેડના રહેવાસી તરીકે થઈ છે. આ લોકો પૂણે (Maharashtra)થી રિટર્ન થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. મૃતકોની ઓળખ વૈદેહી જયસ્વાલ (25), માધુરી જયસ્વાલ (52), રાધેશ્યામ જયસ્વાલ (67) અને સંગીતા જયસ્વાલ (55) તરીકે થઈ છે. કાર ચાલક ચેતન હેલગે ગંભીર રીતે ઘાયલ થયો હતો. 

કારમાં સવાર લોકોમાંથી માધુરી જયસ્વાલ અને વૈદેહી જયસ્વાલે તો ઘટનાસ્થળે જ દમ તોડી નાખ્યો હતો. જ્યારે સંગીતા અને રાધેશ્યામ જયસ્વાલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે.

Maharashtra: રિપોર્ટ અનુસાર જયસ્વાલ પરિવાર પૂણેમાં એક કૌટુંબિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયો હતો. ત્યાંથી ગુરુવારે તેઓ તેમની કારમાં નાગપુર પરત ફરી રહ્યા હતા ત્યારે કારડ્રાઈવરે રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ વાશિમ જિલ્લામાં કાર પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું. જેને કારણે કાર રસ્તા પલટી ખાઈ ગઇ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કાર એટલી ગંભીર રીતે અકસ્માતનો ભોગ બની હતી કે તેના આગળનો ભાગ પૂરેપૂરી રીતે તૂટી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલમાં પોલીસ દ્વારા આને અકસ્માતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હજીસુધી અકસ્માતનું કોઈ ચોક્કસ કારણ જાણી શકયું નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે ઓવરસ્પીડને કારણે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોઇ શકે છે. ડ્રાઇવરે ઝોકું ખાઈ લેતાં આ એક્સિડન્ટ થયો હોવાની શંકા પોલીસને છે.

છત્રપતિ સંભાજીનગરમાં પણ કારને એક્સિડન્ટ નડ્યો હતો. પાંચ લોકોના મોત 

છત્રપતિ સંભાજીનગર (Maharashtra)માં શુક્રવારે સવારે એક ઝડપી કારે રાહદારીઓને ટક્કર મારતા ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા-જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા હતા, એમ એક અધિકારીએ માહિતી શૅર કરી હતી. આ ઘટના શહેરના સિડકો વિસ્તારમાં સ્થિત પ્રખ્યાત કાલા ગણપતિ મંદિર નજીક લગભગ સવારે ૯.૦૦ વાગ્યે બની હતી. ત્યારબાદ પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કાર નજીકના હાઉસિંગ સોસાયટીના રહેવાસીની છે. એક પોલીસ અધિકારીએ કહ્યું, "અમે હાલમાં ડ્રાઇવરને શોધવા માટે અને અકસ્માત કઇ રીતે થયો તે ઘટનાઓનો ચોક્કસ ક્રમ સમજવા માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છીએ.” હાલમાં કેસ નોંધવામાં આવ્યો છે, અને ડ્રાઇવરને શોધવા અને તેની સામે ઓવરસ્પીડમાં વાહન ચલાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

mumbai news mumbai samruddhi expressway nagpur pune road accident