માલેગાવમાં ૪ વર્ષની બાળકીના રેપ-મર્ડર પછી જનતા વીફરી

22 November, 2025 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીને તાત્કાલિક ફાંસી આપવાની માગણી સાથે મોટી સંખ્યામાં વિરોધ-પ્રદર્શન

પ્રતીકાત્મક તસવીર

નાશિક જિલ્લાના માલેગાવમાં શુક્રવારે ૪ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેને પથ્થરથી મારીને ક્રૂર હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપીને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માગણી સાથે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો તેમ જ કોર્ટની બહાર ભારે વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હજારો લોકોએ પગપાળા કૂચ કરી હતી તેમ જ કેટલાક પ્રદર્શનકારીઓએ કોર્ટના પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ-કર્મચારીઓએ લાઠીચાર્જ કરીને તેમને અટકાવ્યા હતા.

માલેગાવમાં આ ઘૃણાસ્પદ બનાવ બન્યા પછી હજારોની સંખ્યામાં લોકોએ પ્રદર્શન કર્યું હતું. ફાસ્ટ-ટ્રૅક કોર્ટમાં કેસ ચાલે અને બે મહિનામાં મૃત્યુદંડની સજા આપવામાં આવે એવી લોકોએ માગણી કરી છે. આ ઉપરાંત કેસ વરિષ્ઠ સરકારી વકીલ ઉજ્જવલ નિકમને સોંપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

malegaon nashik Rape Case maharashtra news mumbai mumbai news