મહિલાઓના ડબ્બામાં ચડી અશ્લીલ કૃત્ય કરતા વિકૃતનો વિડિયો વાઇરલ

10 November, 2021 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૧ સેકન્ડના આ વિડિયોને રેલવે પોલીસે પણ ગંભીરતાથી લીધો છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ફરી એરણે ચડ્યો છે. હાલમાં એક વિડિયો સોશ્યલ મીડિયા પર બહુ જ વાઇરલ થઈ રહ્યો છે. એમાં એક માણસ મહિલાઓના ડબ્બામાં પ્રવાસ કરતો અને મહિલાઓ સામે જ હસ્તમૈથુન કરતો જોવા મળે છે. રેલવે પોલીસે કહ્યું છે કે અમે આ વિડિયોને ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને એ વિકૃતને વ્યક્તિને ઝડપી લેવા તપાસ ચાલુ કરી છે. 
વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે એ મુંબઈની લોકલ ટ્રેનનો મહિલાઓનો ડબ્બો છે. બ્લુ લાઇનિંગનું ટી-શર્ટ પહેરેલો એ માણસ દરવાજા પાસે ઊભો છે. એવું પણ નથી કે રાતનો સમય છે અને ટ્રેન ખાલી છે. દિવસનો જ સમય છે. ટ્રેનમાં ઘણીબધી મહિલાઓ પ્રવાસ કરતી દેખાય છે. એ માણસ મહિલાઓ સામે કોઈ જ શેહશરમ વગર હસ્તમૈથુન કરતો જોવા મળે છે. અમુક મહિલાઓ તેના પર ગુસ્સે પણ થાય છે અને વઢે પણ છે અને એમ ન કરવા જણાવે છે, પણ એમ છતાં એ માણસ પર એની કોઈ જ અસર થતી નથી અને એ વિકૃત હસ્તમૈથુન કર્યે જાય છે. ૨૧ સેકન્ડના આ વિડિયોને રેલવે પોલીસે પણ ગંભીરતાથી લીધો છે અને એ ક્યારની ઘટના છે તથા એ વિકૃત વ્યક્તિ કોણ છે  તેને ઓળખી પકડી લેવાની કવાયત શરૂ કરી છે. 

mumbai mumbai news mumbai local train mumbai police viral videos