મહામારીને કારણે ઘણી વિકાસયોજનાઓ વિલંબમાં પડી: અજિત પવાર

12 June, 2021 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર નાગરિકોને સંબોધન-સંવાદ માટેના લાઇવ સેશન દરમ્યાન અજિત પવારે જણાવ્યું

અજિત પવાર

મહારાષ્ટ્રtના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકારે હાથ ધરેલી યોજનાઓ છેલ્લા કેટલાક મહિનાથી કોરોના રોગચાળાને કારણે વિલંબમાં પડી હોવાનું નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર નાગરિકોને સંબોધન-સંવાદ માટેના લાઇવ સેશન દરમ્યાન અજિત પવારે જણાવ્યું હતું કે ‘અન્ય સમુદાયોનાં આરક્ષણોને અસર ન થાય એ રીતે સંસદીય માર્ગે મરાઠા આરક્ષણની જોગવાઈ થાય એવું અમારી સરકાર ઇચ્છે છે. મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં અમે દિલ્હી જઈને વડા પ્રધાનને મળ્યા હતા. તેમને અન્ય સમુદાયોને અનામતની જોગવાઈઓને અસર ન થાય એ રીતે સંસદમાં નિર્ણય લઈને મરાઠા આરક્ષણ લાગુ કરવાનો અનુરોધ કર્યો હતો.’

mumbai mumbai news indian politics ajit pawar