09 November, 2025 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
શનિવારે વસઈ અને બોઇસર વિસ્તારના બહુજન વિકાસ આઘાડી અને શિવસેના (UBT)ના અનેક કાર્યકરો ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ હેડક્વૉર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં સત્તાવાર રીતે BJPમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં BJPના મહારાષ્ટ્ર અધ્યક્ષ રવીન્દ્ર ચવાણ અને વસઈનાં વિધાનસભ્ય સ્નેહા દુબે પંડિત હાજર રહ્યાં હતાં. બન્નેએ જણાવ્યું હતું કે આ ગ્રાસરૂટ લેવલના નેતાઓના પ્રવેશથી વસઈ-વિરારમાં BJP વધુ મજબૂત બનશે. વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી આગામી બે-ત્રણ મહિનામાં યોજાવાની શક્યતા છે.