ભાયખલા પોલીસ-સ્ટેશનમાં મોડી રાતે ભીષણ આગ લાગી

27 July, 2026 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ, દસ્તાવેજોને નુકસાનની ભીતિ

ગઈ કાલે ભાયખલા પોલીસ-સ્ટેશનમાં લાગેલી ભીષણ આગ

રવિવારે મોડી સાંજે ૮.૨૪ વાગ્યે ભાયખલા-ઈસ્ટમાં હંસરાજ માર્ગ પર આવેલા ભાયખલા પોલીસ-સ્ટેશનમાં ભયંકર આગ લાગી હતી. પોલીસ-સ્ટેશનના પહેલા માળ પર શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક ધોરણે જણાઈ રહ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, BMC સ્ટાફ, બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)નો સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને આગને થોડા જ કલાકમાં કાબૂમાં લઈ લેવાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને પણ ઈજા થઈ નહોતી. જોકે પોલીસ-સ્ટેશનમાં રાખેલા સામાનને ભારે નુકસાન થયું હતું અને અમુક મહત્ત્વના દસ્તાવેજો પણ આગમાં બળીને ખાખ થઈ ગયા હોવાની શક્યતા છે. આગનું વિકરાળ સ્વરૂપ અને અેના કારણે પોલીસ-સ્ટેશનમાં રહેલી વસ્તુઓને થયેલા નુકસાનનો અંદાજો લગાવી શકાય છે.

byculla mumbai fire brigade mumbai mumbai news mumbai police