30 March, 2026 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાલઘરના વાડામાં ગાદલાના ફૉમ બનાવતી ફૅક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક કામદાર ગંભીર રીતે દાઝી ગયો હતો. રવિવારે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે આગ લાગી હતી. જોતજોતાંમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા પરિસરને ઝપેટમાં લઈ લીધું હતું. આગ એટલી ભીષણ હતી કે એની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી અને આકાશમાં કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ફાયર-બ્રિગેડના બે ફાયર-ફાઇટરોએ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.