ભિવંડીમાં કેમિકલ અને ઑઇલ ભરેલા ગોડાઉનમાં ભીષણ આગ

22 April, 2026 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભિવંડીના ખાડી પાર વિસ્તારમાં આવેલા મૂલચંદ કમ્પાઉન્ડના એક ગોડાઉનમાં ગઈ કાલે આગ લાગી હતી.

ઘટનાસ્થળ

ભિવંડીના ખાડી પાર વિસ્તારમાં આવેલા મૂલચંદ કમ્પાઉન્ડના એક ગોડાઉનમાં ગઈ કાલે આગ લાગી હતી. ગોડાઉનમાં મોટા પાયે કેમિકલ અને ઑઇલનો સ્ટૉક રાખવામાં આવ્યો હતો એથી આગ ટૂંક સમયમાં વિકરાળ બની ગઈ હતી. આગમાં કોઈને ઈજા નથી થઈ, પણ લાખો રૂપિયાનો માલ બળી ગયો હતો. કેમિકલ અને ઑઇલ આગમાં બળી જવાને લીધે ભારે ધુમાડો નીકળી રહ્યો હતો. ભિવંડી સહિત થાણે અને આસપાસનાં ફાયર સ્ટેશનનાં ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં અને આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા, પણ આગ પર કાબૂ મેળવવાનું મુશ્કેલ બનતું હતું. આગ ચોક્કસ કયા કારણસર લાગી એ જાણી શકાયું નહોતું.

mumbai news mumbai bhiwandi fire incident mumbai fire brigade