રાબોડીમાં પાર્ક કરેલી બે કાર પર બદામના ઝાડની મોટી ડાળી પડી

09 May, 2026 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે-વેસ્ટના રાબોડી વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક મોટા ઝાડની ડાળી ધરાશાયી થઈને નીચે પાર્ક કરેલી બે કાર પર પડવાની ઘટના બની હતી.

રાબોડીમાં પાર્ક કરેલી બે કાર પર બદામના ઝાડની મોટી ડાળી પડી

થાણે-વેસ્ટના રાબોડી વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક મોટા ઝાડની ડાળી ધરાશાયી થઈને નીચે પાર્ક કરેલી બે કાર પર પડવાની ઘટના બની હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ આપેલી માહિતી મુજબ રાબોડી નંબર બેમાં કલાવતી આઈ મંદિર પાસે ગુરુવારે રાત્રે આશરે ૯.૨૮ વાગ્યે આ ઘટના બની હતી. રસ્તાની બાજુમાં ઊભેલા એક મોટા બદામના ઝાડની ડાળી અચાનક તૂટી પડી હતી, જેની ઝપેટમાં ત્યાં પાર્ક કરેલી બે કાર આવી ગઈ હતી. ફાયર-એન્જિન અને પિક-અપ વાહનની મદદથી તાત્કાલિક રાહત-કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમણે ઝાડની ડાળી કાપી વાહનો પરથી ખસેડીને રસ્તો ખુલ્લો કર્યો હતો.

thane train accident mumbai news news thane municipal corporation