14 March, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્ય મંદિર
સી. પી. ટૅન્ક નજીકના પાંજરાપોળ રોડસ્થિત મુંબઈના એકમાત્ર સૂર્ય મંદિરમાં આવતી કાલ, શુક્રવાર, ૧૪ માર્ચે મીન સંક્રાન્તિની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મીન સંક્રાન્તિનો પવિત્ર પર્વ પુણ્યકાળ સવારે ૬.૫૧થી બપોરના ૧૨ સુધીનો રહેશે. સવારે ૬થી સાંજે ૬ સુધી અખંડ હવન થશે. ધજાજીરોપણ સવારે ૯.૩૦ વાગ્યે થશે. ભક્તોને સફેદ અથવા પારંપરિક વસ્ત્રો પહેરવાનો આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ધી હરજીવન વસનજી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદિર એની સ્થાપનાનું ૧૨૬મું વર્ષ યશસ્વીપણે ઊજવી રહ્યું છે. વધુ વિગતો માટે મંદિરના મુખિયાજી પરિમલ મહારાજનો 90226 84667 અથવા 81693 14451 નંબર પર સંપર્ક કરવો.