મેટ્રો 2A અને 7નો નવો રેકૉર્ડ

17 October, 2025 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક દિવસમાં ૩,૪૪,૩૧૧ મુસાફરોએ પ્રવાસ કર્યો

મેટ્રો

મુંબઈના સતત વિસ્તરતા મેટ્રો નેટવર્કે આ અઠવાડિયે વધુ એક માઇલસ્ટોન અચીવ કર્યો હતો. ૧૫ ઑક્ટોબરે મેટ્રો 2 અને 7 રૂટ પર ૩,૪૪,૩૧૧ મુસાફરોએ મુસાફરી કરી હોવાનો રેકૉર્ડ નોંધાયો હતો. આ આંકડો મુંબઈ મેટ્રોના ઇતિહાસમાં એક દિવસમાં સૌથી વધુ રાઇડરશિપ દર્શાવે છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટમાં મેટ્રોને મુંબઈગરા માટે મુસાફરીનો ઝડપી, સ્વચ્છ અને વધુ કાર્યક્ષમ વિકલ્પ જણાવ્યો છે. નવી શરૂ થયેલી મેટ્રો 3 ઍક્વાલાઇનમાં પણ પહેલા દિવસે ૧,૫૫,૦૦૦ મુસાફરો નોંધાયા હતા. ત્યારથી રોજ આ સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.

mumbai news mumbai mumbai metro mumbai metropolitan region development authority mumbai traffic