અત્યારે રિંગ રૂટ પર દોડતી મેટ્રો 7 અને મેટ્રો 2A ટૂંક સમયમાં અલગ થઈ જશે

24 October, 2025 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો મેટ્રોનું નેટવર્ક વધારવું હોય તો એને પાર્ક કરવાની વ્યવસ્થા કરવી પડે અને એનું મેઇન્ટેનન્સ કરવું પડે

મેટ્રો

મેટ્રો 2A (અંધેરી-વેસ્ટના ડી. એન. નગરથી દહિસર-ઈસ્ટ) અને મેટ્રો 7 (દહિસરથી અંધેરી-ઈસ્ટના ગુંદવલી)ની ઘણી મેટ્રો રિંગ રૂટ પર ચાલે છે જે ડી. એન. નગરથી ગુંદવલી અને ગુંદવલીથી ડી. એન. નગર દોડે છે. જોકે હવે એ બન્ને મેટ્રોના વિકાસ માટે રિંગ રૂટ ટૂંક સમયમાં રોકી દેવાશે. મેટ્રો 7 જે હાલ ગુંદવલીથી દહિસર-ઈસ્ટ સુધી દોડે છે એ હવે મેટ્રો ૯ના મીરા રોડ સુધી લંબાવવામાં આવશે, જ્યારે મેટ્રો 2A ફક્ત ડી. એન. નગરથી દહિસર-ઈસ્ટ સુધી જ દોડશે. મેટ્રો 2A અને મેટ્રો 7ના પ્રવાસીઓને ડાયરેક્ટ ટિકિટ તો મળશે, પણ તેમણે એકમાંથી બીજા રૂટની ટ્રેન પકડવા હવે દહિસર-ઈસ્ટથી ટ્રેન ચેન્જ કરવી પડશે. 

મૂળમાં આમ કરવાનું કારણ એ આપવામાં આવ્યું છે કે જો મેટ્રોનું નેટવર્ક વધારવું હોય તો એને પાર્ક કરવાની વ્યવસ્થા કરવી પડે અને એનું મેઇન્ટેનન્સ કરવું પડે. એથી એમના ડેપો ક્યાં છે અને કેટલી સુવિધા ધરાવે છે એના પર એનો આધાર હોય છે. મેટ્રો 7ની બાવીસ ટ્રેન છે એના માટે ચારકોપ ડેપો છે જ, જ્યારે મેટ્રો 2A અને મેટ્રો 2‍B ની મળીને ૭૨ ટ્રેન છે જેમનું મેઇન્ટેનન્સ હવે માનખુર્દના મંડાલે ડેપોમાં કરવામાં આવશે. અહીં અત્યાધુનિક અને લેટેસ્ટ સુવિધાવાળો ડેપો તૈયાર કરવામાં આવ્યો છે.

mumbai news mumbai mumbai metro mumbai traffic travel news