મેટ્રો 9નો ફર્સ્ટ ફેઝ શરૂ થવાનું મુરત આ અઠવાડિયે

30 March, 2026 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચારમાંથી બે લેનનો થઈ જતો ભાઈંદરનો બહુચર્ચિત ફ્લાયઓવર પણ સાથે જ ખુલ્લો મુકાય એવી શક્યતા

મેટ્રો 9નો ફર્સ્ટ ફેઝ બનીને તૈયાર છે. અેને સેફ્ટી ક્લિયરન્સ પણ મળી ગયું છે.

કાશીગાવ અને દહિસર વચ્ચે મેટ્રો 9નો પહેલો તબક્કો તૈયાર થઈ ગયો છે અને એને સેફ્ટી ક્લિયરન્સ પણ મળી ગયું છે. એનું ઉદ્ઘાટન ૩ એપ્રિલે થવાની શક્યતા છે. માત્ર રાજ્ય સરકાર તરફથી અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જો મેટ્રો 9ના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાય તો એની સાથે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં પ્રસ્તાવિત પૉડ ટૅક્સી સિસ્ટમનું ભૂમિપૂજન અને થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટ માટે ટનલ બોરિંગ મશીનોનું લૉન્ચિંગ પણ સામેલ થવાની અપેક્ષા છે.

૪.૫ કિલોમીટર લાંબા મેટ્રો 9ના એલિવેટેડ સ્ટ્રેચની ટ્રાયલ પૂરી થઈ ગઈ છે અને એને મુખ્ય સલામતી મંજૂરીઓ મળી ગઈ છે. ચારમાંથી બે લેનના થઈ જતા વિચિત્ર ગોલ્ડન નેસ્ટ ફ્લાયઓવરને પણ વાહનો માટે ખોલવામાં આવશે. 

કયાં સ્ટેશનો? : મેટ્રો 9ના ફર્સ્ટ ફેઝમાં ૪ સ્ટેશનો દહિસર-ઈસ્ટ, પાંડુરંગવાડી, મીરાગાવ અને કાશીગાવ સામેલ છે.

ઉદ્ઘાટનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે તથા સુનેત્રા પવાર હાજર રહે એવી શક્યતા છે.

mumbai news mumbai mumbai metro mumbai crime news Crime News mumbai transport maharashtra government