પુણેમાં મેટ્રો ભવનનું ઉદ્ઘાટન: પુણે મેટ્રો નેટવર્ક મજબૂત બનાવવાની દેવેન્દ્ર ફડણવીસે કરી જાહેરાત

16 March, 2026 08:21 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે પુણેવાસીઓને મેટ્રો રેલ ગમે છે કારણ કે દરરોજ લગભગ ૨૫,૦૦૦ મુસાફરો આ સિસ્ટમનો ઉપયોગ કરે છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પુણે મેટ્રો ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પુણે મેટ્રો ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રસ્તાવિત ૮૦ કિલોમીટરના મેટ્રો નેટવર્કમાંથી પંચાવન કિલોમીટરનું કામ પૂરું થવાના આરે છે એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી હતી કે મે અને જુલાઈ મહિનામાં પુણે મેટ્રો રેલના વધુ તબક્કાઓનું ઉદ્ઘાટન થશે. પુણે અને પિંપરી-ચિંચવડ માટે કુલ ૨૦૦ કિલોમીટર મેટ્રો રેલલાઇનનું આયોજન કરવામાં આવ્યું છે એમ તેમણે જણાવ્યું હતું જેને પગલે પુણેનું ટ્રાન્સપોર્ટેશન ઝડપી બનશે. આ પ્રસંગે તેમણે મેટ્રો નેટવર્કના મૉડલની સમીક્ષા કરી હતી. નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્ય પ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે પુણેવાસીઓને મેટ્રો રેલ ગમે છે કારણ કે દરરોજ લગભગ ૨૫,૦૦૦ મુસાફરો આ સિસ્ટમનો ઉપયોગ કરે છે.

mumbai news mumbai pune news pune devendra fadnavis pimpri