19 November, 2026 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BJP અને શિવસેનાની ઑફિસો તોડી પાડવામાં આવી ત્યાર પછીનું દૃશ્ય.
બુધવારે ઍન્ટૉપ હિલમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) તથા શિવસેનાની ઑફિસને તોડી પાડવામાં આવી હતી. બન્ને ઑફિસ પર JCB ફેરવવામાં આવ્યું ત્યારે ભારે પોલીસબંદોબસ્ત જોવા મળ્યો હતો. સ્થાનિક કાર્યકરો દ્વારા આ અતિક્રમણવિરોધી કાર્યવાહીનો વિરોધ કરીને પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જોકે કોર્ટે આપેલા આદેશને પગલે બન્ને પક્ષની ઑફિસ તોડી પાડવામાં આવી હતી. જોકે કાર્યકરો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છતાં પોલીસ-અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા ન બગડે એની ખાતરી કરી પરિસ્થિતિને કાબૂમાં રાખી હતી. સત્તાધારી મહાયુતિના ઘટક પક્ષ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની આ વિસ્તારમાં આવેલી ઑફિસને કાર્યવાહીમાંથી રાહત મળી હતી. કાર્યવાહી સામે NCP દ્વારા કોર્ટમાંથી સ્ટે-ઑર્ડર મેળવી લેવામાં આવ્યો હોવાથી એની ઑફિસ બચી ગઈ હતી, જ્યારે BJP અને શિવસેના પાસે કોર્ટનો સ્ટે-ઑર્ડર ન હોવાથી એમની ઑફિસ તોડી પાડવામાં આવી હતી. શિવસેના અને BJPના કાર્યકરોએ કાર્યવાહી સામે સવાલ ઊભો કરતાં કહ્યું હતું કે ‘જ્યારે આ જમીન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની છે તો પછી ઑફિસોને તોડી પાડવાની કાર્યવાહી મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) દ્વારા કેમ કરવામાં આવી?