30 March, 2026 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મ્હાડા
મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA)ના મુંબઈ બોર્ડે મુંબઈમાં કન્નમવરનગર-વિક્રોલી, પત્રા ચાલ, સિદ્ધાર્થનગર-ગોરેગામ, ઓલ્ડ માગાઠાણે-બોરીવલી, ગોરાઈ-બોરીવલી, સુભાષનગર-ચેમ્બુર, ગાંધીનગર-બાંદરા, પંતનગર-ઘાટકોપર, ગિરગાંવ, વડાલા, કોપરી-પવઈ, માઝગાવ, તુંગા પવઈ, લોકમાન્યનગર-દાદર, પહાડી ગોરેગામ, ઍન્ટૉપ હિલ-વડાલા વગેરે જેવા હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં વિવિધ આવક-જૂથોમાં ૨૬૪૦ ફ્લૅટના વેચાણ માટે લૉટરીની જાહેરાત કરી છે. ઑનલાઇન અરજી નોંધણી અને અરજી સબમિટ કરવાની પ્રક્રિયા ૩૦ માર્ચે બપોરે ૩.૦૦ વાગ્યાથી શરૂ થશે.
કઈ કૅટેગરીમાં કેટલા ફ્લૅટ
• સૌથી ઓછી આવક ધરાવતું જૂથ : ૧૪૫ ફ્લૅટ
• ઓછી આવક ધરાવતું જૂથ : ૮૫૮ ફ્લૅટ
• મધ્યમ આવક ધરાવતું જૂથ : ૧૪૦૮ ફ્લૅટ
• ઉચ્ચ આવક ધરાવતું જૂથ : ૨૨૯ ફ્લૅટ