ઘાટકોપરમાં ગુંજ્યું કેમ છો?: અમૃતા ફડણવીસના સંગાથે મિડ-ડે ઘાટકોપર ગૌરવ પુરસ્કાર ૨૦૨૬ સમારોહ યોજાયો

25 May, 2026 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપર ગૌરવ પુરસ્કાર ૨૦૨૬ અંતર્ગત તબીબી, રાજકીય અને સામાજિક સહિત અનેક ક્ષેત્રોનાં ૮૦થી વધુ સિદ્ધિવંત વ્યક્તિત્વોનું સન્માન કરવામાં આવ્યું.

દીપપ્રાગટ્ય કરતાં મહાનુભાવો

સુપર્બ રિયલ્ટી, એમ્પાયર મૈત્રી ફ્લોરા કન્સ્ટ્રક્શન્સ LLP અને વર્ધમાન ગ્રુપના સહયોગથી આયોજિત મિડ-ડે હૉટ પ્રૉપર્ટી એક્ઝિબિશન અને ઘાટકોપર ગૌરવ પુરસ્કાર ૨૦૨૬ સમારોહ ઘાટકોપરમાં અઢળક ઉત્સાહ અને ઉમળકા વચ્ચે સંપન્ન થયાં.

ગઈ કાલે ઘાટકોપર ગૌરવ પુરસ્કાર કાર્યક્રમનો શુભારંભ ભવ્ય દીપપ્રાગટ્ય વિધિથી થયો. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતા, અલગ ગ્રુપના ડિરેક્ટર જિજ્ઞેશ ખિલાણી, દિવ્યજ ફાઉન્ડેશનનાં સ્થાપક અને પ્લેબૅક સિંગર તથા સોશ્યલ ઍક્ટિવિસ્ટ અમૃતા ફડણવીસ, સુપર્બ રિયલ્ટીનાં અંકિતા તાતેડ, CREDAI MCHIના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને JVM સ્પેસિસના જિતેન્દ્ર મહેતા, એમ્પાયર મૈત્રી ફ્લોરા કન્સ્ટ્રક્શન્સ LLPનાં MD વર્ષા લાલવાણી અને નરેશ લાલવાણી, વર્ધમાન ગ્રુપના ચૅરમૅન અને MD સાહિલ મહેતા સૌએ ભેગા મળી દીપ પ્રગટાવ્યો હતો અને આ શુભ અવસરનો આરંભ કર્યો હતો.

સૌથી વધુ તાળીઓ પડી ત્યારે જ્યારે અમૃતા ફડણવીસે મંચ પરથી “કેમ છો?” કહીને ઘાટકોપરને પ્રેમભેર સંબોધ્યું. તેમણે કહ્યું કે ઘાટકોપર આવું ત્યારે હું હંમેશાં મજામાં હોઉં છું, કારણ કે મારા ભાભી અહીંનાં છે અને આ વિસ્તાર સાથે મારી અઢળક મીઠી યાદો જોડાયેલી છે.

ઘાટકોપર ગૌરવ પુરસ્કાર ૨૦૨૬ અંતર્ગત તબીબી, રાજકીય અને સામાજિક સહિત અનેક ક્ષેત્રોનાં ૮૦થી વધુ સિદ્ધિવંત વ્યક્તિત્વોનું સન્માન કરવામાં આવ્યું.

mumbai news mumbai ghatkopar amruta fadnavis gujarati mid day real estate