માઇલ્ડ ઓમાઇક્રોન છે કિલર

15 December, 2021 11:26 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

નિષ્ણાતો કહે છે કે ઓમાઇક્રોન અન્ય કોરોના વેરિઅન્ટ કરતાં ૧૦ ગણી વધુ ઝડપથી ફેલાય છે અને એ માઇલ્ડ હોવા છતાં ઘાતક પુરવાર થશે

દાદર સ્ટેશને મુસાફરનાં સ્વૅબનાં સૅમ્પલ લેતો હેલ્થ-વર્કર. આશિષ રાજે

યુ.કે.માં સોમવારેઓમાઇક્રોનને કારણે પહેલું મોત નોંધાયું ત્યારે  લંડન સ્કૂલ ઑફ ટ્રૉપિકલ હાઇજીન ઍન્ડ મેડિસિન દ્વારા આ વાઇરસ દ્વારા થનારા મરણાંકને લઈને જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એને કારણે હેલ્થ-એક્સપર્ટ ચિંતાતુર છે. આ વેરિઅન્ટ ૬૩ દેશોમાં ફેલાઈ જતાં આ સંભાવનાને હળવાશથી ન લઈ શકાય. કોરોના વાઇરસના આ નવા વેરિઅન્ટને ઝડપથી ચેપ ફેલાવતો, પણ હળવો ગણાવાયો છે, પરંતુ આવી સંભાવના ઘણી વખત લોકોને વધુ નુકસાન કરે છે. બીજી તરફ કોરોનાનો ડેલ્ટા વેરીઅન્ટ ધીમો, પરંતુ વધુ ઘાતક હતો.  
ગ્રાન્ટ મેડિકલ કૉલેજ અને સર જેજે ગ્રુપ ઑફ હૉસ્પિટલના પ્રોફેસર ઑફ મેડિસિન ડૉ. વિકાર શેખે કહ્યું કે ફાર્મા કંપનીઓએ બહુ ઝડપથી વર્તમાન વૅક્સિનમાં ફેરબદલ કરવો જોઈએ, કારણ કે અન્ય વેરિઅન્ટ કરતાં આ વાઇરસ વધુ ચેપી હોવાથી ઝડપથી પ્રસરશે. લંડન સ્કૂલ ઑફ ટ્રૉપિકલ હાઇજીન ઍન્ડ મેડિસિને ચેતવણી આપી હતી ઓમાઇક્રોન અન્ય વેરિઅન્ટ કરતાં બમણા વેગે પ્રસરે છે અને ૧૦ ગણો ઓછો ઘાતક છે છતાં એને કારણે વધુ લોકો હૉસ્પિટલમાં ભરતી થશે અને વધુ લોકો જીવ ગુમાવશે. 
આ વેરિઅન્ટ ઓછા ઘાતક હોવાની વાત લોકોમાં ગેરસમજ ફેલાવે છે. ઇટલીના ડેમોગ્રાફર-રિસર્ચર ડૉ. ગોસિયા ગૅસ્પેરોએ વિવિધ રોગનાં પરિણામના આધારે એક પદ્ધતિ તૈયાર કરી છે એ મુજબ ચેપી, પણ હળવો હોય એવા વેરિઅન્ટને કારણે વધુ મોત થાય છે. ૨૦૧૯થી કોરોનાના ​વિવિધ વેરિઅન્ટ અને એની અસરના આધારે ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ડી. વાય. પાટીલ મેડિકલ કૉલેજના પ્રોફેસર ઑફ સર્જરી ડૉ. કેતન વાઘળકરે કહ્યું કે ‘લોકોએ જાતજાતની ધારણા બાંધવાને બદલે આ વેરિયન્ટથી કઈ રીતે બચી શકાય એ વિચારવું જોઈએ.’ 

 ઓમાઇક્રોન અન્ય વેરિઅન્ટ કરતાં બમણા વેગે પ્રસરે છે અને ૧૦ ગણો ઓછો ઘાતક છે છતાં એને કારણે વધુ લોકો હૉસ્પિટલમાં ભરતી થશે અને વધુ લોકો જીવ ગુમાવશે.
ડૉ. વિકાર શેખ, ગ્રાન્ટ મેડિકલ કૉલેજ અને સર જેજે ગ્રુપ ઑફ હૉસ્પિટલના પ્રોફેસર ઑફ મેડિસિન

Mumbai mumbai news Omicron Variant vinod kumar menon