Mira Road Metro Slab Collapse: મીરા રોડમાં બાળકોને લઇ જતી સ્કૂલ વૅન પર મેટ્રો સ્લેબ પડતાં પડતાં રહી ગયો

17 August, 2026 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mira Road Metro Slab Collapse: મીરા-ભાયંદર રોડ પર દહિસર-મીરા ભાયંદર મેટ્રો લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે તે દરમિયાન અચાનકથી સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબના કાટમાળનો મોટો પથરો રસ્તા પર પડ્યો એ સમયે નીચેથી સ્કૂલ વૅન જઇ રહી હતી.

મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ અને સ્કૂલ-વૅન. (તસવીર: સ્પેશિયલ અરેંજમેન્ટ)

હજી હમણાં જ ચેમ્બુરમાં એક સ્કૂલ બસ પર ઝાડ પડવાથી એક છોકરાનું મોત થયું હતું. હવે ફરી એકવાર સ્કૂલ વૅન સાથે આવી જ ઘટના થતાં થતાં રહી ગઈ છે. હાદસો (Mira Road Metro Slab Collapse) છે મીરા રોડનો. મીરા-ભાયંદર રોડ પર દહિસર-મીરા ભાયંદર મેટ્રો લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે તે દરમિયાન અચાનકથી સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબના કાટમાળનો મોટો પથરો રસ્તા પર પડ્યો એ સમયે નીચેથી સ્કૂલ વૅન જઇ રહી હતી.

વૅનની છતને નુકસાન, ટાયર પંચર

આ ઘટના (Mira Road Metro Slab Collapse) સવારે આશરે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. છેક ઉપરથી નીચે પડેલા કાટમાળના ટૂકડા નીચેથી પસાર જઇ રહેલ સ્કૂલ વૅનની રૂફ સાથે અથડાયા હતા. ઉપરથી વજનદાર કાટમાળ પડતાં વૅનની છતને નુકસાન તો થયું હતું સાથોસાથ પાછળનું ટાયર પંચર થઈ ગયું હતું. ચાલુ વૅને અચાનક છત પર ધડાકો થવાને લીધે વૅનચાલક પણ દઘાઈ ગયો હતો અને તેણે વૅન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરંતુ સદ્ભાગ્યે ચાલકની સુઝબુઝથી વૅનમાં બેઠેલા તમામ નાના બાળકો બચી ગયા છે અને કોઈને ગંભીર ઈજા પહોંચી નથી.

એકઝેકટલી કઈ જગ્યાએ આ હાદસો થયો છે?

મેટ્રોનો સ્લેબ મીરા રોડ ઈસ્ટમાં આવેલ સંજોલી જ્વેલર્સની સામે પડ્યો હોવાના (Mira Road Metro Slab Collapse) અહેવાલ છે. આ ઘટના મીરા-ભાયંદર રોડ પર થુંગા હોસ્પિટલ પાસે બની છે. ચાલુ સ્કૂલ વૅન પર મેટ્રોની સાઇટ પરથી સ્લેબ પડતાં વેહિકલને નુકસાન થયું છે. મોટી જાનહાનિ તળી ગઈ છે.

આ ઘટના બનતાં જ વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને લોકો એકઠા (Mira Road Metro Slab Collapse) થઇ ગયા હતા. આ બનાવનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં રસ્તાની વચ્ચે કાટમાળ વિખરાયેલો પડેલો જોઈ શકાય છે અને ત્યાં કાટમાળની વચ્ચે સ્કૂલ વૅન પણ ઊભેલી જોઈ શકાય છે.

આ હાદસા બાદ સ્થાનિકો અને વાહનચાલકોમાં મેટ્રો પ્રશાસન અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રીતે મેઇન રોડ પર કે જયાં આખો દિવસ વાહનવ્યવહાર ચાલતો હોય છે ત્યાં સેફટી નેટ કે યોગ્ય રક્ષણાત્મક કવરની વ્યવસ્થા (Mira Road Metro Slab Collapse) કર્યા વગર જ કન્સ્ટ્રક્શનની કામગીરી કરવા બદલ પણ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. લોકોએ અગાઉ પણ આ વિસ્તારમાં મેટ્રો કામગીરી દરમિયાન આવી ઘટનાઓ બની હોવાની ફરિયાદ પણ કરી છે. આ સાથે જ સ્થાનિકો ડિમાન્ડ કરી રહ્યા છે કે ભવિષ્યમાં કોઈ જીવલેણ હોનારત ટાળવા માટે તાકીદે અહીં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે. હાલમાં આ ઘટના અંગે મેટ્રો સત્તામંડળ દ્વારા વધુ તપાસ અને વિગતોની રાહ જોવાઈ રહી છે.

mumbai news mumbai mumbai metro mira road mira bhayandar municipal corporation