MMRDAએ ૧૩૨૪ ગામડાંઓની ૩૪,૦૦૦ હેક્ટર જમીન સંપાદિત કરી

27 March, 2026 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે, રાયગડ અને પાલઘર જિલ્લાનાં કુલ ૧૩૨૪ ગામોની આશરે ૩૩,૯૫૪.૬૧ હેક્ટર જમીન MMRDAને ફ્રીહોલ્ડ ધોરણે સોંપવામાં આવી છે.

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વેગ આપવા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા થાણે, રાયગડ અને પાલઘરમાં ૩૪,૦૦૦ હેક્ટર સરકારી જમીન સંપાદિત કરવામાં આવી છે.
MMRDAએ એના ફ​ન્ડિંગ બેઝને મજબૂત કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપી બનાવવાના હેતુથી સરકારી જમીન હસ્તગત કરી છે. થાણે, રાયગડ અને પાલઘર જિલ્લાનાં કુલ ૧૩૨૪ ગામોની આશરે ૩૩,૯૫૪.૬૧ હેક્ટર જમીન MMRDAને ફ્રીહોલ્ડ ધોરણે સોંપવામાં આવી છે.
 
નીતિ આયોગ સાથેના સહયોગથી MMRDAએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. MMRDA હેઠળ ૩ લાખ કરોડ રૂપિયાથી વધુનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યાં છે જેમાં મેટ્રો નેટવર્કનું વિસ્તરણ,
મલ્ટિ-મૉડલ ટ્રાન્સપોર્ટ કૉરિડોર અને મુંબઈ ૩.૦ વિઝન હેઠળ નવાં ગ્રોથ-સેન્ટરો વિકસાવવામાં આવી રહ્યાં છે.  આ જમીનસંપાદન મુંબઈ મેટ્રોપૉલિટન રીજનના પ્રોજેક્ટ્સને ગતિ આપવા માટે કરોડરજ્જુ સમાન સાબિત થશે.
mumbai news mumbai mumbai metropolitan region development authority thane raigad palghar