કાંજુરમાર્ગની જગ્યા કાર શેડ બનાવવા આપો: MMRDAની રાજ્ય સરકારને માગ

11 August, 2022 06:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અગાઉની ફડણવીસ સરકાર દરમિયાન, મેટ્રો 6નો કાર શેડ કાંજુરમાર્ગ ખાતે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ઠાકરે સરકાર દરમિયાન કાંજુરમાર્ગ સાઇટ પર મેટ્રો કાર શેડ બનાવવાને લઈને ઘણો વિવાદ થયો હતો. MMRDAએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તે જ કાંજુરમાર્ગ સાઇટ પર મેટ્રો 6 માટે કાર શેડ બનાવવાની મંજૂરી આપે. MMRDAએ આ અંગે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. આથી કાંજુરમાર્ગ ખાતેની વિવાદાસ્પદ જગ્યા ફરી ચર્ચામાં આવી છે. આના કારણે પર્યાવરણ પ્રેમીઓએ પ્રશ્ન કર્યો છે કે શું અગાઉ મેટ્રો કારશેડ માટે બિનઉપયોગી ગણાતી જમીન હવે અચાનક MMRDA માટે ઉપયોગી બની ગઈ?

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ અંધેરી વેસ્ટથી વિક્રોલી સુધીના મેટ્રો 6 રૂટ માટે કાર શેડ બનાવવા માટે કોલાબાથી સિપ્ઝ મેટ્રો 3 રૂટ માટે નકારી કાઢવામાં આવેલી કાંજુરમાર્ગ ખાતે જમીનની માગણી કરી છે. MMRDAએ આ અંગે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. આથી કાંજુરમાર્ગ ખાતેની વિવાદાસ્પદ જગ્યા ફરી ચર્ચામાં આવી છે. જો કે કેન્દ્ર સરકાર મેટ્રો 6ના રૂટ માટે કાંજુરમાર્ગ ખાતે જગ્યા ઉપલબ્ધ નહીં કરાવે તો આ પ્રોજેક્ટ અટકી પડે તેવા સંકેતો છે.

અગાઉની ફડણવીસ સરકાર દરમિયાન, મેટ્રો 6નો કાર શેડ કાંજુરમાર્ગ ખાતે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ મેટ્રો કાર શેડ માટે કાંજુરમાર્ગ ખાતે લગભગ 15 હેક્ટર જમીનની જરૂર હતી, જ્યારે મેટ્રો 3 રૂટનો કાર શેડ આરે કોલોનીમાં પ્રસ્તાવિત હતો, પરંતુ ઠાકરે સરકાર સત્તામાં આવતાની સાથે જ તેમણે મેટ્રો 3ના કારશેડને આરેથી કાંજુરમાર્ગ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. કાંજુરમાર્ગ પર એક સંકલિત કાર શેડ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસે મેટ્રો 3ના કારશેડને કાંજુરમાર્ગમાં ખસેડવાનો વિરોધ કર્યો હતો. ઉપરાંત, એક ખાનગી ડેવલપરે કાનજુર માર્ગ પર સૂચિત સ્થળનો દાવો કરીને કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કાંજુરમાર્ગને કોર્ટની કાર્યવાહી અને રાજકીય વિવાદમાં તેનું સ્થાન મળ્યું. દરમિયાન, રાજ્યમાં ભાજપ અને શિંદે જૂથની સરકાર સત્તામાં આવતાની સાથે જ, તેમણે મેટ્રો 3ના કારશેડને ફરીથી આરેમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. તેથી હવે એમએમઆરડીએના અધિકારીઓ મેટ્રો 6 રૂટ માટે કાંજુરમાર્ગ ખાતેની જગ્યા મેળવવાની આશા રાખી રહ્યા છે.

mumbai mumbai news mumbai metro aarey colony kanjurmarg