27 December, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિનકર પાટીલ
ઇલેક્શનને કારણે મહારાષ્ટ્રનું રાજકીય વાતાવરણ ગરમાયેલું છે ત્યારે પૉલિટિશ્યન દિનકર પાટીલનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં દિનકર પાટીલ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની યુતિની ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળે છે. જોકે વિડિયો વાઇરલ થવાનું કારણ કંઈક અલગ છે. બુધવારે ઠાકરેબંધુઓએ યુતિની જાહેરાત કરી ત્યારે દિનકર પાટીલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નાશિકના પદાધિકારી હતા અને જોરશોરથી નાચગાન કરીને યુતિને વધાવી રહ્યા હતા. જોકે આ સેલિબ્રેશનના બીજા જ દિવસે એટલે કે ગુરુવારે તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)માં પ્રવેશ કર્યો હતો. આને કારણે દિનકર પાટીલનો બુધવારનો નાચતો વિડિયો વાઇરલ થયો હતો.