19 April, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોબાઈલ ટ્રૅફિક-સિગ્નલ
કલ્યાણ–ડોમ્બિવલીની ટ્રૅફિક જૅમની સમસ્યાને ઉકેલવા ડોમ્બિવલી-વેસ્ટના સહજાનંદ ચોકમાં પાંચ રસ્તાના જંક્શન પર ફિક્સ્ડ સિગ્નલ બેસાડતાં પહેલાં કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) અને ટ્રૅફિક પોલીસે મોબાઇલ ટ્રૅફિક સિગ્નલનો ઉપયોગ શરૂ કર્યો છે.
KDMCના ઇલેક્ટ્રિક વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પ્રશાંત ભાગવતે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘સોલર-બેઝ્ડ પોર્ટેબલ સ્ટૅન્ડ અલૉન સિગ્નલ એક મહિના સુધી વાપરીને એની શું અસર થાય છે એ જોઈ, એનો અભ્યાસ કરી કયા રસ્તા પર ઍવરેજ કેટલાં વાહનો રોજ પસાર થાય છે, કયા રસ્તા વન-વે કરવા જેવા છે, કયા રસ્તાનાં ડિવાઇડર પાછળ લેવાં પડે એમ છે એ બધી બાબતોનો અભ્યાસ કર્યા બાદ એ જંક્શન પર પર્મનન્ટ ફિક્સ્ડ સિગ્નલ બેસાડવામાં આવશે.’