આજે મુંબઈ, થાણે અને કલ્યાણમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

20 September, 2021 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોમવારે વહેલી પરોઢથી શહેરમાં વીજળી સાથે વરસાદ પડી રહ્યો છે

ફાઈલ તસવીર (તસવીર સૌજન્ય : સમીર માર્કન્ડે)

રવિવારે ગણેશ વિસર્જન સાથે ફરીએકવાર શહેરમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. મુંબઈ, થાણે અને કલ્યાણમાં આજે વહેલી પરોઢથી વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.

આબોહવા સંશોધન અને સેવા પુણેના SIDના વડા કે.એસ. હોસાલીકરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ કલાકમાં મધ્ય મુંબઈ અને શહેરમાં ઝરમર વરસાદથી વધુ વરસાદ જોવા મળ્યો હતો. આજે મુંબઈ શહેર, કલ્યાણ અને રાયગઢમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેની રવિવારની આગાહીમાં શહેર અને ઉપનગરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી.

બેસ્ટના સત્તાવાર ટ્વિટર હેન્ડલે માહિતી આપી હતી કે થાણેમાં પાણી ભરાવાને કારણે સોમવારે બે રૂટ પરની બસ ડાયવર્ટ કરવામાં આવી છે.

સોમવારે વહેલી સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તેના વિઝ્યુલ મુંબઈગરાઓએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા છે.

mumbai mumbai news mumbai monsoon mumbai rains