નૅશનલ પાર્કની યેઉર રેન્જમાં એક વાંદરાની પીઠમાં તીર ભોંકાયું

21 March, 2026 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રોફેશનલ તીર હોવાથી વાનરના શિકારનો પ્રયત્ન હોવાની શંકા, વાનરની હાલત ગંભીર

પીઠમાં લાગેલા તીર સાથે વાંદરાને સારવાર માટે NGOના સભ્યો વેટરિનરી ડૉક્ટર પાસે લઈ ગયા હતા

થાણેમાં સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)ની યેઉર રેન્જ નજીક શુક્રવારે સવારે એક વાંદરો સ્ટીલના તીરથી ઘાયલ થયેલો મળી આવ્યો હતો. નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) રેસ્ક્યુઇન્ક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (RAWW)એ ઘાયલ વાંદરાને બચાવ્યો હતો. ત્યાર બાદ વાંદરાની સર્જરી કરવામાં આવી છે, પણ હજી એની હાલત ગંભીર છે.

SGNPના અધિકારીએ જણાવ્યું હતું કે વાંદરો હવે NGO સાથે છે અને ટેરિટરી રેન્જ ફૉરેસ્ટ ઑફિસર આ મામલાની તપાસ કરી રહ્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે તીરના પ્રકારથી સ્પષ્ટ થાય છે કે પ્રોફેશનલ તીરંદાજે કમર્શિયલ ગ્રેડના તીરનો ઉપયોગ કરીને વાંદરાને ઘાયલ કર્યો હતો. આ ઘટનાએ આ પ્રોટેક્ટેડ ફૉરેસ્ટ વિસ્તારની અંદર અથવા આસપાસ કાર્યરત ગેરકાયદે પ્રવૃત્તિઓ વિશે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. આસપાસના રેસિડેન્શ્યલ વિસ્તારમાંથી વાંદરાને ભગાડવા આ રીતે હુમલો કરાયો છે કે કોઈ અન્ય કારણ છે એની તપાસ ચાલુ છે.

sanjay gandhi national park wildlife thane mumbai mumbai news