Mumbai: જેલમાં બંધ સંજય રાઉતને મળવા આવેલા સાંસદોને રોકાયા, કિરીટ સોમૈયાને મળ્યા જામીન

10 August, 2022 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના પ્રખ્યાત પાત્રા ચાલ કૌભાંડમાં આર્થર રોડ જેલમાં બંધ શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut)ને મળવા આવેલા એક સાંસદ અને બે ધારાસભ્યોને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

સંજય રાઉત

મુંબઈના પ્રખ્યાત પાત્રા ચાલ કૌભાંડમાં આર્થર રોડ જેલમાં બંધ શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut)ને મળવા આવેલા એક સાંસદ અને બે ધારાસભ્યોને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

જેલ પ્રશાસને શિવસેનાના સાંસદો અને ધારાસભ્યોને મળવા દીધા ન હતા. રાઉતની પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

22 ઓગસ્ટ સુધી જેલમાં મોકલી દેવાયા છે
સોમવારે, 8 ઓગસ્ટના રોજ, કોર્ટે સંજય રાઉતને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. રાઉત અગાઉ EDની કસ્ટડીમાં હતા. સ્પેશિયલ કોર્ટે તેમની 8 ઓગસ્ટ સુધી કસ્ટડીનો આદેશ આપ્યો હતો. તાજેતરમાં જ EDએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા.

વધુમાં, સંજય રાઉતની તબિયતને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમને તે તમામ દવાઓની મંજૂરી આપી છે જે તેમને EDની કસ્ટડી દરમિયાન આપવામાં આવી હતી.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી એવા 60 વર્ષીય રાઉતની 31 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તે દિવસે વહેલી સવારે ઈડીએ રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, ત્યારબાદ મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી.

 જ્યારે બીજી બાજુ બોમ્બે હાઈકોર્ટે આજે ભાજપના નેતા કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયાને આગોતરા જામીન આપ્યા છે. તેમના પર નિવૃત્ત નૌકાદળના યુદ્ધ જહાજ INS વિક્રાંતની સુરક્ષા માટે એકત્ર કરાયેલા દાનનો દુરુપયોગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

mumbai news mumbai sanjay raut