28 September, 2026 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાયન-પનવેલ હાઇવે પર બેલાપુર ફ્લાયઓવર નજીક રવિવારે સાંજે આશરે ૫.૪૫ વાગ્યે એક મોટો અકસ્માત થયો હતો. મુંબઈ સેન્ટ્રલથી રાયગડના મુરુડ તરફ જઈ રહેલી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ની બસની બ્રેક ફેલ થઈ જતાં એણે આગળ ચાલી રહેલી ૩ રિક્ષા અને બે કાર સહિત પાંચ વાહનોને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં ૯ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે રિક્ષા-ડ્રાઇવરોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.