✕

નવી મુંબઈ ઍરપોર્ટ જવા દાદર અને બોરીવલીથી બસ શરૂ

08 October, 2026 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે ગઈ કાલે પહેલી બસને લીલી ઝંડી દેખાડી હતી

ગઈ કાલે દાદરમાં નવી મુંબઈ ઍરપોર્ટ માટેની બસને લીલી ઝંડી દેખાડતા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક.

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA) આવવા-જવા હવે બોરીવલી અને દાદરથી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ની ‘શિવાઈ’ બસ ગઈ કાલથી ચાલુ થઈ ગઈ છે. એથી હવે સસ્તામાં નવી મુંબઈ ઍરપોર્ટ આવ-જા કરી શકાશે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે ગઈ કાલે પહેલી બસને લીલી ઝંડી દેખાડી હતી.

બોરીવલીથી NMIA માટે 
રોજની ૮ સર્વિસિસ
 બોરીવલીથી પહેલી બસ સવારના ૬.૩૦ વાગ્યે છૂટશે, છેલ્લી બસ સાંજે ૬.૪૫ વાગ્યે છૂટશે.
 NMIAથી બોરીવલી માટે પહેલી બસા સવારના ૯ વાગ્યે અને છેલ્લી બસ રાતના ૧૦.૪૫ વાગ્યે છૂટશે.
 પુખ્ત વયનાઓ માટે ભાડું ૨૧૦ રૂપિયા.
 બાળકો માટે ભાડું ૧૦૫ રૂપિયા.
 રૂટ : બોરીવલ, -પુષ્પા પાર્ક મલાડ, ડોમેસ્ટિક ઍરપોર્ટ, કલાનગર, સાયન, કુર્લા, વાશી, નેરુળ, NMIA.     

દાદર-NMIA 
 દાદરથી NMIA માટે પહેલી બસ સવારના ૫.૩૦ વાગ્યે છૂટશે, જ્યારે છેલ્લી બસ રાતના ૯.૩૦ વાગ્યે છૂટશે.
 NMIAથી દાદર માટે પહેલી બસ સવારના ૭.૦૦ વાગ્યે અને છેલ્લી બસ ૧૧.૦૦ વાગ્યે છૂટશે. 
 પુખ્ત વયનાઓ માટે ભાડું ૧૭૦ રૂપિયા. 
 બાળકો માટેનું ભાડું ૮૫ રૂપિયા. 
 રૂટ : દાદર, ભાયખલા, CSMT, અટલ સેતુ, ગવ્હાણ ફાટા, NMIA.

પુણે-NMIA  
 રોજની બે સર્વિસ ​રહેશે
 પહેલી બસ સવારના ૦૬.૧૫ વાગ્યે છૂટશે.
 બીજી બસ ૨.૪૫ વાગ્યે છૂટશે.
 અંદાજે અઢી કલાકની સફર રહેશે
 પુખ્ત વયનાઓ માટેનું ભાડું  ૪૫૫ રૂપિયા. 
 બાળકો માટેનું ભાડું ૨૩૦ રૂપિયા.

લગેજની વ્યવસ્થા
ઍરપોર્ટ જનારા મોટા ભાગના પૅસેન્જર્સ પાસે લગેજ હોવાથી પ્રાઇવેટ કૅબ પ્રિફર કરતા હોય છે. જોકે બસની સફર કિફાયતી દામે થવાની હોવાથી એમાં સફર કરતી વખતે લગેજ માટે વ્યવસ્થા છે કે નહીં, કેટલી જગ્યા હશે એની ઇન્કવાયરી કરી રહ્યા છે. 

mumbai news mumbai navi mumbai borivali mumbai transport navi mumbai airport dadar