લિવરના દર્દ સામે લડી રહેલા મુલુંડના‌ દીપેશ ગોહિલને મેડિકલ ટ્રીટમેન્ટ માટે આર્થિક સહાયની જરૂર

24 February, 2026 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપેશની મેડિકલ ટ્રીટમેન્ટ માટે દાતાઓ ઉપાસની હૉસ્પિટલના બૅન્ક-અકાઉન્ટ પર દીપેશ ગોહિલના નામે આર્થિક સહાય મોકલી શકે છે.

દીપેશ ગોહિલ

મુલુંડના ૪૧ વર્ષના દીપેશ ગોહિલ છેલ્લા થોડા દિવસથી લિવરના દર્દ સામે લડી રહ્યા છે જેને મેડિકલ ભાષામાં GI બ્લડ વિથ એનીમિયા વિથ ડીકૉમ્પેન્સેટેડ લિવર ડિસિઝ વિથ HRS વિથ સેપ્ટિક શૉક કહેવાય છે. એની સારવાર માટે દીપેશને મુલુંડની ઉપાસની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમનો રોજનો ખર્ચ ૬૦થી ૭૦ હજાર રૂપિયા છે. દીપેશનો પરિવાર ચાર દિવસમાં એટલે કે શુક્રવાર ૨૦ ફેબ્રુઆરી સુધીમાં ૩,૯૧,૪૮૪ રૂપિયા ખર્ચી ચૂક્યો છે. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી આર્થિક સહાયની જરૂર છે. 

અમે મુલુંડમાં ભાડાના ઘરમાં રહીએ છીએ અને બે દીકરીઓનો પિતા દીપેશ ઘરમાં બેસીને જ ટેલરિંગનો વ્યવસાય કરે છે એમ જણાવતાં દીપેશની પત્ની રૂપલ ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલાં પણ દીપેશનું લિવર-ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યું છે, પરંતુ અમુક વાઇરસને લીધે ફરીથી તે લિવરના દર્દ સામે લડી રહ્યો છે. અમારા પરિવારના સ્વજનો અને સગાંસંબંધીઓની મદદથી અત્યાર સુધી અમે દીપેશની સારવાર કરાવી રહ્યા છીએ, પરંતુ હવે અમને દીપેશની મેડિકલ ટ્રીટમેન્ટ માટે આર્થિક સહાયની અત્યંત જરૂર છે. અમારી દાનવીર દાતાઓ અને સંસ્થાઓને નમ્ર વિનંતી છે કે દીપેશને અમે સારી સારવાર આપીને આ ગંભીર બીમારીમાંથી બહાર લાવી શકીએ એ માટે આર્થિક સહાય કરવા આગળ આવે. તમે દાનની રકમનો ચેક Upasani Super Speciality Hospital Pvt Ltd.ના નામે મોકલી શકો છો.’

હૉસ્પિટલની બૅન્ક-ડીટેલ્સ 

દીપેશની મેડિકલ ટ્રીટમેન્ટ માટે દાતાઓ ઉપાસની હૉસ્પિટલના બૅન્ક-અકાઉન્ટ પર દીપેશ ગોહિલના નામે આર્થિક સહાય મોકલી શકે છે.
Current Account Details: Upasani Super Speciality Hospital Pvt. Ltd. 
Bank Name : HDFC Bank
A/c No : 50200036465411
IFSC Code : HDFC0000652
Branch : Mulund-West.

mumbai news mumbai mulund gujaratis of mumbai gujarati community news