07 April, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : અતુલ કાંબળે
કફ પરેડમાં વિવાદિત આદર્શ સોસાયટી પાસે પાર્ક કરેલી કારમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાની જાણ થતાં તરત જ ફાયરબ્રિગેડ ત્યાં પહોંચી ગઈ હતી અને ૨૦ મિનિટમાં આગ ઓલવી નાખી હતી. વધુ પડતી ગરમીને કારણે પાર્ક કરેલી કારમાં આગ લાગી હોવાની શક્યતા દર્શાવાઈ રહી હતી. જોકે આગનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે એમ ફાયર બ્રિગેડના ઑફિસરે કહ્યું હતું.