લાઇટ ઑફ, ઍક્સિડન્ટ ઑન : દોષીઓની સામે ઍક્શન ક્યારે?

19 September, 2022 08:40 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ-અમદાવાદ હાઇવે પર આવેલા અનેક પુલ પરની લાઇટ્સ કૉન્ટ્રૅક્ટરો ફક્ત ઇલેક્ટ્રિક બિલના પૈસા બચાવવા માટે બંધ કરતા હોવાના અહેવાલ બાદ તેમની સામે ક્રિમિનલ કાર્યવાહીની જોરદાર માગણી ઊઠી

૧૦ સપ્ટેમ્બરે મુંબઈ-અમદાવાદ હાઇવે પર આવેલો સકવર ફ્લાયઓવર (તસવીર : સતેજ શિંદે)

ઇલેક્ટ્રિસિટીનું બિલ બચાવવા માટે મુંબઈ-અમદાવાદ હાઇવેના પુલ પરની મોટા ભાગની સ્ટ્રીટલાઇટ રાતના સમયે બંધ કરી દેવામાં આવતી હોવાનો અહેવાલ ‘મિડ-ડે’ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. ચોથી સપ્ટેમ્બરે તાતા ગ્રુપના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનું રોડ-અકસ્માતમાં અવસાન બાદ હાઇવે ખોટી ડિઝાઇનથી માંડીને ખાડાઓ માટે બદનામ છે. એને લીધે લોકોએ કૉન્ટ્રૅક્ટર સામે આકરાં પગલાં લેવાની માગ કરી છે.

મુંબઈ અને ચારોટી વચ્ચે મુલાકાત દરમ્યાન ‘મિડ-ડે’એ શોધી કાઢ્યું કે ખતરનાક સ્થળો પર સંકેતોનો સંપૂર્ણ અભાવ હતો. ૨૧ પૈકી ૧૮ પુલ પર કોઈ સ્ટ્રીટલાઇટ નથી. તપાસમાં ખબર પડી કે રોડ-ઑપરેટરોએ પૈસા બચાવવા માટે લાઇટ બંધ કરી દીધી હતી. સિટિઝન ટ્રાન્સપોર્ટ કમિટીના જિતેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે ‘તમામ દોષી કૉન્ટ્રૅક્ટરો સામે ઇરાદાપૂર્વક મોટર અકસ્માતમાં ઈજા અને મૃત્યુનું કારણ બને એ માટે ગુનાહિત કાવતરાનો કેસ દાખલ કરવો જોઈએ.’

ટ્રાન્સપૉર્ટ ઍક્ટિવિસ્ટ અને આર્કિટેક્ટ જગદીપ દેસાઈએ જણાવ્યું હતું કે કૉન્ટ્રાક્ટર જ નહીં પણ ટોચના ​સત્તાવાળાઓ પણ જવાબદાર છે. ડ્યુટીમાં બેદરકારી જેવી બાબતોનો તો અદાલતમાં નિકાલ થવો જોઈએ.

સીટ-બેલ્ટ હાઇવે પર ફરજીયાત 
મુંબઈ મોબિલિટી ફોરમ ઍન્ડ મુંબઈ વિકાસ સમિતિના પરિવહન નિષ્ણાત એવી શેનોયે કહ્યું હતું કે પાછળની બેઠકમાં સીટ-બેલ્ટને કારણે હાઇવે અને એક્સપ્રેસવે પર ફરજિયાત બનાવવો જોઈએ, કારણ કે અકસ્માતના કિસ્સામાં તે પૅસેન્જરને આગળ ધકેલતા અટકા‍વશે, પરંતુ શહેરના રસ્તા પર એને ફરજિયાત ન બનાવવો જોઈએ.

18
મુંબઈ-અમદાવાદ હાઇવે પરના ૨૧માંથી આટલા પુલ પર સ્ટ્રીટલાઇટ જ નથી

mumbai mumbai news ahmedabad western express highway rajendra aklekar