27 May, 2026 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (એઆઈ)
મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ (Mumbai Airport Customs)ના અધિકારીઓએ એક શખ્સને સોનાની દાણચોરી કરતાં ઝડપ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ આરોપી એરપોર્ટનો કર્મચારી હતો. તે એરપોર્ટની એક ફૂડ સ્ટોરમાં કામ કરતો હતો. તેની પાસેથી 1.77 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર કામ કરતા ૨૪ વર્ષના એક યુવકની એરપોર્ટ કસ્ટમ્સના અધિકારીઓએ ગોલ્ડ સ્મગલિંગના સિંડિકેટનો ભાગ હોવાના આરોપસર ધરપકડ કરી છે. આ આરોપીએ તેના પ્રાઇવેટ પાર્ટમાં સંતાડયું હતું. નાની નાની કેપ્સ્યુલમાં ગોલ્ડ ડસ્ટ છુપાવવામાં આવી હતી. આ ભાઈએ એક ટ્રાન્ઝિટ પેસેન્જર પાસેથી આ ગોલ્ડ મેળવ્યું હતું. સોમવારે કસ્ટમ્સે એરપોર્ટ પરથી અન્ય એક કોન્ટ્રાક્ટ કામદારની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ વી. પી. યેડેકર તરીકે થઈ છે અને તે સાંગલીનો રહેવાસી છે.
કસ્ટમ્સ (Mumbai Airport Customs) પાસેથી મળતા રિપોર્ટ્સ અનુસાર સોમવારે રાત્રે આરોપી યેડેકરને સી. એસ. એમ. આઈ. એરપોર્ટ, ટર્મિનલ 2ના P-10 પર પકડી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ અને તપાસ કરવામાં આવી તો તેના પ્રાઇવેટ પાર્ટમાંથી ગોલ્ડ ડસ્ટની ત્રણ કેપ્સ્યુલ હોવાની કબૂલાત કરી હતી. જે તેને શૌચાલયમાં એક મુસાફર પાસેથી મળી હતી. તમને જણાવી દઈએ કે પ્રોટોકોલને અનુસરીને આરોપીનો એક્સ-રે કાઢવામાં આવ્યો હતો અને તેમાં દેખાઇ આવ્યું હતું કે તેણે તેના પ્રાઇવેટ પાર્ટમાં ગોલ્ડ ડસ્ટના કેપ્સ્યુલસ સંતાડયા છે.
આ આરોપી પાસેથી કુલ 1,210 ગ્રામ ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત 1.77 કરોડ રૂપિયા થાય છે. ગઇકાલે યેડેકરના નિવેદનો રેકર્ડ કરવામાં આવ્યા છે. જેમાં તેણે તેનો ગુનો કબૂલ્યો હતો. આરોપીએ (Mumbai Airport Customs) એમ પણ કહ્યું હતું કે ગોલ્ડ પેસ્ટ અથવા ડસ્ટ તેની પોતાની નથી અને તેણે કોઈના કહેવા લીધી હતી. તેણે એમ પણ સ્વીકાર્યું છે કે એક મુસાફર પાસેથી તેને આ કામ માટે 8,000 રૂપિયાની રોકડ રકમ આપવામાં આવી હતી. મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ગુજરાત ATSએ (Mumbai Airport Customs) કચ્છના દરિયામાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. જે અંતર્ગત 200 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત ATS અને લોકલ એસઓજીના સંયુક્ત અભિયાનમાં એક જહાજને સમુદ્રમાં રોકવામાં આવ્યું હતું. અને પોર્ટ પર લાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનને તાજતેરનું સૌથી મોટું દરિયાઈ ઓપરેશન માનવામાં આવી રહ્યું છે. અત્યારે જહાજના ચાલકદળની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા કનેક્શનને શોધવામાં આવી રહ્યું છે.