Video: મુંબઈ ઍરપોર્ટ પર આવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હશે, પ્રવાસીઓમાં ભયનો માહોલ

05 June, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મીડિયા અહેવાલ મુજબ, પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. આ બધું પાર્કિંગ ફાળવણી અંગે થયેલી દલીલ પછી શરૂ થયું હતું. ઍરપોર્ટ પર મારપીટની ઘટના મામલે ડ્રાઇવર અને એક સુરક્ષા ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. સહાર પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર પાર્કિંગ વિવાદ એક મોટી ફ્રિ-સ્ટાઈલ મારપીટની ઘટનામાં ફેરવાઇ હતી. ખાનગી કૅબ ડ્રાઇવરો અને ક્રિસ્ટલ સુરક્ષા કર્મચારીઓ વચ્ચે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક વળાંક લીધો. આ ઘટના ઍરપોર્ટના નિયુક્ત પાર્કિંગ ઝોન નજીક બની હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઍરપોર્ટ પર શાબ્દિક વિવાદથી ઝઘડાની શરૂઆત થઈ જે વધતાં વધતાં મુક્કાબાજીમાં ફેરવાઈ ગઈ, જેના કારણે સ્થળ પર હાજર રહેલા લોકોમાં અરાજકતા અને ગભરાટ ફેલાયો હતો. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના કર્મચારીઓએ દરમિયાનગીરી કરીને લડાઈ બંધ કરવી પડી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઝઘડાના એક વીડિયોમાં વ્યક્તિઓ કુસ્તી મૅચ જેવી મારામારી કરતા જોવા મળ્યા.

મીડિયા અહેવાલ મુજબ, પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. આ બધું પાર્કિંગ ફાળવણી અંગે થયેલી દલીલ પછી શરૂ થયું હતું. ઍરપોર્ટ પર મારપીટની ઘટના મામલે ડ્રાઇવર અને એક સુરક્ષા ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. સહાર પોલીસે કેસ નોંધ્યો છે અને હાલમાં ઘટનાની તપાસ શરૂ કરી છે, વધુ દોષ નક્કી કરવા માટે CCTV ફૂટેજની સમીક્ષા કરી રહી છે.

પ્રાણીઓની દાણચોરી કરનાર ઍરપૉર્ટ પર પકડાયો

મુંબઈ ઍરપૉર્ટ પર કસ્ટમના અધિકારીઓ તે વખતે દંગ રહી ગયા જ્યારે તેમણે બેન્ગકૉકથી મુંબઈ આવેલી ફ્લાઈટના એક પ્રવાસીની બૅગની તપાસ કરી. પ્રવાસીના બૅગમાં એક કે બે નહીં પણ 48 ઝેરી સાપ ભરેલા હતા. આ ઘટનાથી અધિકારીઓ પણ દંગ રહી ગયા. દેશની આર્થિક રાજધાની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર કસ્ટમની તપાસમાં એક પ્રવાસી પાસેથી અધિકારીઓએ 48 ઝેરી સાપ અને પાંચ કાચબા તાબે લીધા. પ્રવાસી પાસે ઝેરી સાપ મળવાનો ખુલાસો થતાં સુરક્ષા સ્ટાફ પણ ગભરાઈ ગયું. આ પ્રવાસી થાઈલૅન્ડ ગયો હતો અને તેણે ભારત આવવા માટે બૅન્ગકૉકથી ફ્લાઈટ લીધી હતી.

માહિતી મુજબ, મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ભારતીય મુસાફર પાસેથી 48 અત્યંત ઝેરી સાપ અને પાંચ કાચબા મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે શંકાના આધારે એક મુસાફરને રોકવામાં આવ્યો હતો. તેની બૅગમાંથી 48 અત્યંત ઝેરી વાઇપર સાપ અને પાંચ કાચબા મળી આવ્યા હતા. RAW (રેસ્કિંક એસોસિએશન ફોર વાઇલ્ડલાઇફ વેલ્ફેર) ની એક ટીમે આ પ્રજાતિઓની ઓળખ અને સંચાલનમાં મદદ કરી હતી. ત્યારબાદ વાઇપર સાપ અને કાચબાને વન્યજીવન સંરક્ષણ કાયદા મુજબ તે દેશમાં પાછા મોકલવામાં આવશે. સુરક્ષા એજન્સીઓએ સંબંધિત કલમો હેઠળ મુસાફર સામે કેસ પણ નોંધ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેની સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

mumbai airport chhatrapati shivaji international airport viral videos mumbai news mumbai