મુંબઈ એરપોર્ટની કમાન હવે ગૌતમ અદાણીના હાથમાં, રોજગારીની તકોમાં થશે વધારો

14 July, 2021 02:15 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

અદાણી ગ્રૂપે જીવીકે ગ્રુપ પાસેથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે. મંગળવારે આ માહિતી અદાણી ગ્રુપે આપી હતી.

ગૌતમ અદાણી (ફાઈલ ફોટો)

અદાણી ગ્રૂપે જીવીકે ગ્રુપ પાસેથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે. મંગળવારે આ માહિતી અદાણી ગ્રુપે આપી હતી. અદાણી ગ્રૂપે ગત વર્ષે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે તે મુંબઈ એરપોર્ટ પર જીવીકે ગ્રુપનો હિસ્સો હસ્તગત કરશે.

આ ડીલ બાદ અદાણી જૂથની છત્રપિત શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 74 ટકા હિસ્સો રહેશે. તેમાંથી 50.5 ટકા જીવીકે ગ્રુપ પાસેથી અને બાકીનાએ 23.5 ટકા લઘુમતી ભાગીદારો એરપોર્ટ્સ કંપની દક્ષિણ આફ્રિકા (એસીએસએ) અને બિડવેસ્ટ ગ્રુપ પાસેથી હસ્તગત કરવામાં આવશે.

અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ ટ્વિટ કર્યું હતુ કે, વિશ્વકક્ષાના મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું સંચાલન કરવામાં અમને ખૂબ આનંદ છે. મુંબઈ અમારી પર ગર્વ કરશે. અદાણી ગ્રુપ ભવિષ્યના વ્યવસાય માટે એરપોર્ટ ઇકોસિસ્ટમ બનાવશે.ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું હતું કે મુંબઈ એરપોર્ટ દ્વારા પણ દેશમાં હજારો નવી રોજગારીનું સર્જન કરીશું. અગાઉ લખનૌ, મેંગલુરૂ અને અમદાવાદ એરપોર્ટની કમાન્ડ પણ અદાણી ગ્રુપને સોંપવામાં આવી છે. હવે આ દેશનું ચોથું એરપોર્ટ હશે, જેની કમાન અદાણી ગ્રૂપના હાથમાં રહેશે. 

મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ એરપોર્ટ 1,160 હેક્ટર વિસ્તારમાં બનાવવામાં આવશે. 2023-24 સુધીમાં એરપોર્ટનું પ્રથમ તબક્કો પૂર્ણ થવાની સંભાવના છે.  MIALની માલિકી બદલાઈ ગઈ છે. જીવીકે એરપોર્ટ્સ ડેવલપર્સ પાસે 50.5 ટકા હિસ્સો છે જે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા ખરીદાયો છે. કેન્દ્ર સરકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા સહિત અન્ય લોકોની માલિકીના ફેરફારને મંજૂરી આપવામાં આવી છે.


આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે જીવીકે ગ્રુપ પાસેથી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.નું ​​મેનેજમેન્ટ પોતાના હાથમાં લીધું છે. આ જાહેરાત પહેલા  માયલ બોર્ડની બેઠક મળી હતી.    

mumbai news mumbai mumbai airport gautam adani