૨૦ નવેમ્બરે મુંબઈ ઍરપોર્ટના રનવે ૬ કલાક માટે બંધ રહેશે

04 November, 2025 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લાઇટનાં ટેક-ઑફ અને લૅન્ડિંગ ૬ કલાક સુધી સ્થગિત રહેશે

ફાઇલ તસવીર

ચોમાસામાં વરસાદને કારણે ઍરપોર્ટના રનવેને નુકસાન પહોંચતું હોય છે, જેને રિપેર કરવા માટે ઍન્યુઅલ મેઇન્ટેનન્સ હાથ ધરવામાં આવે છે. મુંબઈ ઍરપોર્ટ પર ૨૦ નવેમ્બરે રનવેનું સમારકામ કરવા માટે સવારે ૧૧ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ૦૯/૨૭ અને ૧૪/૩૨ બન્ને રનવે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે જેથી ફ્લાઇટનાં ટેક-ઑફ અને લૅન્ડિંગ ૬ કલાક સુધી સ્થગિત રહેશે.

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (MIAL)ના નિવેદન મુજબ વિશ્વના સૌથી વ્યસ્ત સિંગલ રનવેની યાદીમાં આવતા આ રનવેની સપાટીના સમારકામ ઉપરાંત ટેક્નિકલ સમારકામ, લાઇટિંગ, માર્કિંગ અને ગટર-વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. અગાઉ નોટિસ ટુ ઍરમેન (NOTAM) જાહેર કરીને ઍરલાઇન્સ અને ગ્રાઉન્ડ હૅન્ડલિંગ ટીમોને સૂચના આપવામાં આવી હતી, જેથી ફ્લાઇટના ટાઇમટેબલમાં યોગ્ય ફેરફાર કરીને મુસાફરોની મુશ્કેલી ટાળી શકાય.

mumbai airport chhatrapati shivaji international airport mumbai monsoon mumbai rains mumbai mumbai news