દર મંગળવારે ઊપડશે મુંબઈ-અયોધ્યા અમૃત ભારત એક્સપ્રેસ

04 May, 2026 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેન-નંબર ૨૨૧૧૨ અયોધ્યા કૅન્ટોનમેન્ટથી દર બુધવારે બપોરે ૧.૫૦ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે બપોરે ૩.૪૫ વાગ્યે મુંબઈ પહોંચશે.

મુંબઈ-અયોધ્યા અમૃત ભારત એક્સપ્રેસ

મુંબઈ અને અયોધ્યા વચ્ચે દોડનારી અમૃત ભારત એક્સપ્રેસ પાંચમી મેથી શરૂ થશે.ટ્રેન-નંબર ૨૨૧૧૧ મુંબઈ (LTT)થી દર મંગળવારે સવારે ૭.૫૫ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે ૧૦.૧૫ વાગ્યે અયોધ્યા કૅન્ટોનમેન્ટ પહોંચશે. ટ્રેન-નંબર ૨૨૧૧૨ અયોધ્યા કૅન્ટોનમેન્ટથી દર બુધવારે બપોરે ૧.૫૦ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે બપોરે ૩.૪૫ વાગ્યે મુંબઈ પહોંચશે. 

આશરે ૨૬ કલાક ૨૦ મિનિટની જર્ની દરમ્યાન ટ્રેન ૧૨ સ્ટેશનોએ થોભશે. આમાં સુલતાનપુર, મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ, પ્રયાગરાજ, માણિકપુર, સતના, જબલપુર, ઇટારસી, ભુસાવળ, જલગાવ, નાશિક રોડ, કલ્યાણ અને થાણેનો સમાવેશ છે. આ એક્સપ્રેસ ટ્રેન સાથે કુલ નૉન ઍર-કન્ડિશન્ડ (AC) બાવીસ કોચ જોડવામાં આવશે જેમાં ૮ સ્લીપર ક્લાસ, ૧૧ જનરલ ક્લાસ, બે  SLR (સિટિંગ-કમ-લગેજ રૅક) કોચ અને ૧ પેન્ટ્રીકારનો સમાવેશ છે. 

mumbai news mumbai ayodhya indian railways ashwini vaishnaw