અબ કી બાર દેઢસો પાર : આશિષ શેલાર

17 December, 2025 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના BJPના વડા આશિષ શેલારે કહ્યું હતું કે ‘હવે પછી મુંબઈનો મેયર મરાઠી માણૂસ જ બનશે.

મુંબઈના BJPના વડા આશિષ શેલાર

રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ૧૫ જાન્યુઆરીએ ચૂંટણી થવાની છે. એમાં સૌથી મહત્ત્વની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીને લઈને બધા જ પક્ષ જોર લગાડી રહ્યા છે. ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેનાની બેઠકની વહેંચણીના મુદ્દે પહેલી બેઠક થઈ હતી. એ બેઠક પછી મુંબઈના BJPના વડા આશિષ શેલારે કહ્યું હતું કે ‘હવે પછી મુંબઈનો મેયર મરાઠી માણૂસ જ બનશે. અમે મહાયુતિની ફૉર્મ્યુલા અને બેઠકના આંકડા પણ નક્કી કરી લીધા છે. અમારો ટાર્ગેટ આ વખતે ૧૫૦+ બેઠક જીતવાનો છે. આ બાબતે વધુ ચર્ચા કરવા અમે આવનારા બે દિવસમાં વધુ એક બેઠક યોજીશું.’

mumbai news mumbai bharatiya janata party bmc election brihanmumbai municipal corporation ashish shelar political news