BMCની ચૂંટણી પહેલાં BJPએ લોકોનાં ફીડબૅક લેવાનું શરૂ કર્યું

30 October, 2025 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાગરિકોના અભિપ્રાયના આધારે ઇલેક્શન મૅનિફેસ્ટો તૈયાર કરશે પાર્ટી

અમીત સાટમ

ભારતીય જનતા પાર્ટી (BJP)એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૅમ્પેન શરૂ કર્યું છે. આ કૅમ્પેનમાં BJP મુંબઈગરાઓ પાસેથી સીધાં ફીડબૅક લઈ રહી છે અને તેમને પૂછી રહી છે કે તેમને મુંબઈ માટે શું જોઈએ છે. આ કૅમ્પેનમાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ લોકોએ ઑનલાઇન ફીડબૅક આપી દીધાં છે.

૩૧ ઑક્ટોબરથી BJP ૩ દિવસનું આવું જ કૅમ્પેન શરૂ કરવાની છે. આ કૅમ્પેનમાં BJPના કાર્યકરો રેલવે-સ્ટેશન, બસ-સ્ટૉપ અને સોસાયટીઓમાં જઈને નાગરિકોને રૂબરૂ મળશે અને તેમની આશા-અપેક્ષાઓ વિશે પૂછપરછ કરશે.

BJPનો BMC ઇલેક્શન માટેનો મૅનિફેસ્ટો લોકોએ આપેલા જવાબ પરથી તૈયાર કરવામાં આવશે. મુંબઈ-BJPના પ્રેસિડન્ટ અમીત સાટમે કહ્યું હતું કે આ કૅમ્પેનનો હેતુ મતદારો સાથે સીધા કનેક્ટ થઈને તેમની અપેક્ષાઓ જાણવાનો છે.

BMC ઉપરાંત ૨૮ મ્યુનિસિપલ કૉર્પોરેશન્સની ચૂંટણીઓ આવતા મહિનાઓમાં ગમેત્યારે યોજાઈ શકે છે, કારણ કે સુપ્રીમ કોર્ટે ૨૦૨૬ની ૩૧ જાન્યુઆરીની ડેડલાઇન જાહેર કરી દીધી છે.

mumbai news mumbai bharatiya janata party brihanmumbai municipal corporation bmc election political news