BMC હવે મચ્છરોને મારવા માટે પણ આઉટસોર્સિંગ કરશે

14 February, 2026 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCએ ૩ વર્ષ માટે થર્મલ ફૉગિંગની મુખ્ય મચ્છર-નિયંત્રણ પ્રવૃત્તિને ખાનગી એજન્સીઓને આઉટસોર્સ કરવાનો નિર્ણય લીધો

ફાઇલ તસવીર

BMC મુંબઈ અને ઉપનગરોમાં મચ્છર-નિયંત્રણ કાર્યનું પ્રાઇવેટાઇઝેશન કરવાની તૈયારી કરી રહી છે. એના માટે ટેન્ડર ઇશ્યુ કરવામાં આવ્યાં છે.

ડેન્ગી, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વેક્ટરજન્ય (મચ્છર કરડવાથી થતા) રોગોને નિયંત્રિત કરવાના હેતુથી BMCએ ૩ વર્ષ માટે થર્મલ ફૉગિંગની મુખ્ય મચ્છર-નિયંત્રણ પ્રવૃત્તિને ખાનગી એજન્સીઓને આઉટસોર્સ કરવાનો નિર્ણય લીધો છે.

BMCના જંતુનાશક વિભાગે વાહન-માઉન્ટેડ મશીનો દ્વારા ફૉગિંગ કરવા માટે ટેન્ડર બહાર પાડ્યાં છે. આ નિર્ણયથી કૉર્પોરેટરો અને નાગરિક જૂથોમાં ચર્ચા શરૂ થઈ છે. અત્યાર સુધી આ કામ BMCના જંતુનાશક વિભાગના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવતું હતું. ખાનગીકરણ કાર્યક્ષમતા અને જવાબદારી વધારશે કે પછી વધુ ખર્ચ હોવા છતાં દેખરેખને વધુ મુશ્કેલ બનાવશે એ વિશે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

brihanmumbai municipal corporation dengue malaria mumbai mumbai news