21 November, 2025 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍર ક્વૉલિટી ઇન્ડેકસ (AQI)
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગુરુવારે ચેતવણી આપી હતી કે જો કોઈ પણ વિસ્તારમાં ઍર ક્વૉલિટી ઇન્ડેકસ (AQI) સતત ૨૦૦થી ઉપર રહે તો મુંબઈમાં ઔદ્યોગિક એકમો અને કન્સ્ટ્રક્શનનાં કામ બંધ થઈ શકે છે.
વાયુપ્રદૂષણને રોકવા માટે અગાઉ જાહેર કરાયેલી ૨૮ મુદ્દાની ગાઇડલાઇન્સના કડક અમલીકરણ માટે દરેક વૉર્ડ માટે ફ્લાઇંગ સ્ક્વૉડની નિમણૂક કરવામાં આવી છે. દરેક ફ્લાઇંગ સ્ક્વૉડમાં બે એન્જિનિયર અને એક પોલીસ-કર્મચારી હશે. એ સેન્સર-આધારિત ઍર મૉનિટરિંગ સિસ્ટમ્સની કામગીરીની પણ તપાસ કરશે, કચરો બાળતો અટકાવશે અને બળતણ તરીકે લાકડાંના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે.