બાળકોને ગમતું બૂટહાઉસ ૭ લાખ રૂપિયાના ખર્ચે બનશે નવુંનક્કોર

05 May, 2026 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૫૨માં લોકો માટે ખુલ્લું મુકાયેલું બૂટહાઉસ ઇંગ્લિશ નર્સરી રાઇમ ‘ધેર વૉઝ ઍન ઓલ્ડ વુમન હૂ લિવ્ડ ઇન અ શૂ’ પરથી પ્રેરિત છે જેને તત્કાલીન BMC અધિકારી સોલી આરસીવાલાએ બનાવડાવ્યું હતું.

બૂટહાઉસ

મુંબઈનું ફેમસ ટૂરિસ્ટ-પ્લેસ અને બાળકોનું બૂટહાઉસ ટૂંક સમયમાં નવા અવતારમાં જોવા મળશે. ૭ દાયકા જૂના બૂટહાઉસનું ૭.૨૯ લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવાનો પ્લાન BMCએ તૈયાર કર્યો છે.

મલબાર હિલ પર આવેલા કમલા નેહરુ પાર્કમાં આવેલા બૂટહાઉસના સ્ટ્રક્ચરને લાંબા સમયથી પ્રદૂષણ અને દરિયાની ભેજવાળી હવાથી થયેલા નુકસાન બાદ BMCએ એને નવુંનક્કોર બનાવવા ટેન્ડર બહાર પાડ્યાં છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત બૂટહાઉસની છત, ચીમની અને બારીનું રિપેરિંગ કરવામાં આવશે. સાથે જ જૂનું ફ્લોરિંગ બદલીને એના સ્થાને નવા કોટા સ્ટોન અને નૅચરલ સ્ટોન બેસાડવામાં આવશે. એ ઉપરાંત આકર્ષક એન્ટ્રી-ગેટ અને નવી ડિઝાઇનની રેલિંગ લગાવવામાં આવશે. 

અંદાજે ૭૨ વર્ષ જૂની આ વિરાસતને સાચવી રાખવા માટે પાલિકાએ આધુનિક એન્જિનિયરિંગ પદ્ધતિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation malabar hill air pollution travel travel news