લાંચ લેતાં પકડાયા કુરાર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અને સબ-ઇન્સ્પેક્ટર

20 February, 2026 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સબ-ઇન્સ્પેક્ટર અને સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તાવડેએ ફરિયાદી વકીલ સામે કેસ નોંધવા માટે ૩ લાખ રૂપિયાની લાંચ માગી હતી

પ્રતીકાત્મક તસવીર

મલાડ-ઈસ્ટના કુરાર પોલીસ-સ્ટેશનમાં ઍ​ન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. કુરાર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંજીવ તાવડે અને એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની લાંચ લેતાં રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપીઓને ૨૩ ફેબ્રુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

સબ-ઇન્સ્પેક્ટર અને સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તાવડેએ ફરિયાદી વકીલ સામે કેસ નોંધવા માટે ૩ લાખ રૂપિયાની લાંચ માગી હતી. કેસ નોંધતી વખતે પોલીસ-અધિકારીએ બે લાખ રૂપિયાની લાંચ લીધી હતી. જોકે બાકીના એક લાખ રૂપિયા લેતી વખતે ACBની ટીમે બન્ને પોલીસ-અધિકારીઓને રંગેહાથ પકડી લીધા હતા. તપાસ દરમ્યાન આ પોલીસ-અધિકારીઓની કૅબિનમાંથી લાખોની રોકડ પણ મળી આવી હતી.

ફરિયાદી સામે છેતરપિંડી અને જાતીય સતામણીનો કેસ નોંધવા બદલ પોલીસે ૩ લાખ રૂપિયાની લાંચ માગી હતી. બુધવારે હાથ ધરાયેલા સ્ટિંગ-ઑપરેશનમાં એક લાખ રૂપિયા સ્વીકારતાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે પોલીસ-અધિકારીની કૅબિનમાંથી ૬ લાખ ૩૪ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા. લાંચ લેતી વખતે રંગેહાથ પકડાયા બાદ કૅબિનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 

malad mumbai police anti corruption bureau Crime News mumbai crime news mumbai mumbai news