12 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એક્સિડન્ટ બાદ બેસ્ટ બસના આગળના ભાગને નુકસાન થયું હતું
મુંબઈમાંથી કાળજું કંપાવનરો એક્સિડન્ટ (Mumbai Bus Accident) સામે આવ્યો છે. આજે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બોરિવલીથી અંધેરી તરફ જઇ રહેલ બેસ્ટ બસને ટ્રકની જોરદાર ટક્કર લાગી હતી. આ ટક્કર એટલી ભયાવહ હતી કે બસમાં બેઠેલા કેટલાંક પેસેન્જર્સ ઘાયલ થયા છે.
પ્રાથમિક રિપોર્ટ અનુસાર આ બસ ખૂબ જ સ્પીડમાં (Mumbai Bus Accident) જઇ રહી હતી. ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગમાવ્યો અને તે પાછળથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. ઈજાગ્રસ્ત પેસેન્જર્સને જોગેશ્વરીની હિંદુહ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કૅર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદ્નસીબે વહેલી સવાર હોવાથી બસમાં ઓછા પેસેન્જર્સ હતા.
બંને વાહનોને પણ થયું છે નુકસાન
આ એક્સિડન્ટ (Mumbai Bus Accident) એટલો ભયંકર હતો કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે તૂટી ગયો છે અને ટ્રકનો પાછળનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો છે. ટક્કર થયા બાદ બંને વાહનોમાં આગ પણ લાગી હતી. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. વનરાઈ પોલીસ સ્ટેશનમાં બસ ચાલક સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક્સિડન્ટ થયા બાદ થોડા સમય માટે ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાઇ હતી, પરંતુ પોલીસ ટ્રાફિકને ફરીથી પૂર્વવત કર્યો છે.
આ રહી યાદી એ તમામ પેસેન્જર્સની જેઓને ઇજા થઈ છે
અશરફ સાહિદ હુસૈન, ઉંમર- 66,
સીતારામ ગાયકવાડ, ઉંમર-60
ભારતી માંડવકર, ઉંમર- 56
સુધાકર રેવાલે, ઉંમર- 57
પોચિયા નરેશ કાનપોચી, ઉંમર-30
અમિત યાદવ, ઉંમર- 35
તમને જણાવી દઈએ કે આ બસ એક્સિડન્ટ (Mumbai Bus Accident)માં બસના ડ્રાઈવર, બસ કંડક્ટર અને અન્ય પેસેન્જર્સ ઘાયલ થયા છે. અત્યારે પોલીસ અધિકારીઓ આ બસ એક્સિડન્ટની તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક કારણોમાં તો ડ્રાઈવરની બેદરકારી અને વાહનની સ્પીડ સામે આવી છે. પણ શું એ જ કારણોસર આ એક્સિડન્ટ થયો છે કેમ તે જાણવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
આ અગાઉ બેસ્ટ બસ સાથે એક એક્સિડન્ટ થયો હતો. 23 જૂનના રોજ સયાની રોડ સિગ્નલ નજીક એક બેસ્ટ બસ અને મરઘાં લઈ જતા ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નહોતા. વિગતે વાત કરીએ તો વર્લી અને સેવરી વચ્ચે રૂટ 162 પર ટાટા મોટર્સની આગેવાની હેઠળના બીવીજી ગ્રુપ દ્વારા સંચાલિત બસ સવારે 7:15 વાગ્યે જઇ થઈ રહી હતી. જ્યારે ટેમ્પો (એમએચ 10 સીઆર 9534) અચાનક ડાબી બાજુથી વળ્યો અને બસના આગળના ડાબા ભાગને અથડાયો હતો. જોકે, આગળની વિન્ડશીલ્ડ તૂટી ગઈ હતી અને બસને બહારથી થોડું નુકસાન થયું હતું, સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા થઈ નહોતી.