હવે અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ

13 December, 2021 07:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IRCTC પ્રમાણે, 22 ડિસેમ્બરથી આ તેજસ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ દોડશે.

તેજસ એક્સપ્રેસ (ફાઇલ તસવીર)

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશન લિમિટેડ (IRCTC)એ અમદાવાદ-મુંબઇ-અમદાવાદ રૂટ પર તેજસ એક્સપ્રેસ (Mumbai Ahmedabad Tejas Express) (ટ્રેન નંબર 82901/82902)ના ચક્કર વધારવાનો નિર્ણય લીધો છે. IRCTC પ્રમાણે, 22 ડિસેમ્બરથી આ તેજસ ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે. અમદાવાદ-મુંબઇ રૂટ પર તેજસ એક્સપ્રેસ (Tejas Express)ની સેવાઓ 7 ઑગસ્ટ, 2021થી કોવિડ સુરક્ષા પ્રોટોકૉલના પાલન સાથે ફરીથી શરૂ કરવામાં આવી હતી.

કોવિડ સુરક્ષા પ્રોટોકૉલના કડક પાલનની સાથે આ ટ્રેન પર પ્રવાસીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો. કોવિડ સમયમાં સ્વચ્છતાના માનદંડોને જાળવી રાખવા માટે પ્રવાસી તેજસ એક્સપ્રેસમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. રેલવે પ્રમાણે, બુકિંગમાં સકારાત્મકને જોતા તેજસ એક્સપ્રેસ, જે વર્તમાનમાં અઠવાડિયામાં ચાર દિવસ દોડે છે તેના અઠવાડિયામાં વધારો કરવામાં આવી રહી છે.

તેજસ ટ્રેન હવે 22 ડિસેમ્બરથી બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર એટલે કે અઠવાડિયામાં 5 દિવસ દોડશે.

Mumbai mumbai news mumbai central