03 September, 2026 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખાતે-પીતે ફૂડ આઉટલેટ
સોશ્યલ મીડિયાના જમાનામાં એકથી એક ચડિયાતા આઇડિયાથી લોકો પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે. આવો જ એક યુનિક આઇડિયા દાદરના મોહિત ધુરુને આવ્યો અને ૨૭ વર્ષના આ શેફે ધૂમ મચાવી દીધી. જગ્યાની મગજમારી ધરાવતા મુંબઈ જેવા શહેરમાં ખાતે-પીતે નામનું ફૂડ-આઉટલેટ ધરાવતા મોહિતે દાદર-વેસ્ટની રાજ આદિત્ય સોસાયટીમાં પોતાના ફ્લૅટના બીજા માળે ઘરમાં જ રાંધવાનું શરૂ કર્યું અને બિલ્ડિંગની નીચે રસ્તા પર એક કાર ઊભી રાખી દીધી. કારમાં મેનુ જોઈને તેને ઑનલાઇન ઑર્ડર આપીએ એટલે સ્પાઇડરમૅન રોપ પર લટકીને તમને તમારું ફૂડ સર્વ કરી જાય. યુનિક આઇડિયા સાથે સર્વ થતી અહીંની ડિશો ખૂબ લોકપ્રિય થઈ ગઈ છે.