કોસ્ટલ રોડ પર સ્પીડલિમિટનો ભંગ કરનારાં ૨૯૬૪ વાહનોને દંડ

19 March, 2025 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘કોસ્ટલ રોડ પર નિર્ધારિત સ્પીડ કરતાં વધુ સ્પીડમાં વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવા ટ્રૅફિક ડિપાર્ટમેન્ટે કોસ્ટલ રોડ પર ઑટોમૅટિક નંબરપ્લેટ રેકગ્નિશન કૅમેરા બેસાડ્યા છે. આ ઉપરાંત ટ્રૅફિક પોલીસ સ્પીડગન પણ રાખે છે.

કોસ્ટલ રોડ પર સ્પીડલિમિટનો ભંગ કરનારાં ૨૯૬૪ વાહનોને દંડ

શિવસેના (UBT-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ લેખિતમાં પૂછેલા સવાલનો જવાબ આપતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે કોસ્ટલ રોડ પર સ્પીડલિમિટનો ભંગ કરનારા કુલ ૨૯૬૪ વાહનચાલકો સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 

ટ્રૅફિક ડિપાર્ટમેન્ટ દ્વારા કોસ્ટલ રોડ પર સીધા પટ્ટામાં પ્રતિ કલાક ૮૦ કિલોમીટર, ટનલમાં ૬૦ કિલોમીટર અને જ્યાં વળાંક આવે છે ત્યાં ૪૦ કિલોમીટરની સ્પીડ નિર્ધારિત કરવામાં આવી છે.  
એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘કોસ્ટલ રોડ પર નિર્ધારિત સ્પીડ કરતાં વધુ સ્પીડમાં વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવા ટ્રૅફિક ડિપાર્ટમેન્ટે કોસ્ટલ રોડ પર ઑટોમૅટિક નંબરપ્લેટ રેકગ્નિશન કૅમેરા બેસાડ્યા છે. આ ઉપરાંત ટ્રૅફિક પોલીસ સ્પીડગન પણ રાખે છે. એ સિવાય બાંદરા રેક્લેમશન પર રેસિંગ કરી નૉઇસ પૉલ્યુશન કરનારાઓ સામે પણ ડિપાર્ટમેન્ટ ઍક્શન લઈ રહ્યો છે.’

mumbai news eknath shinde Mumbai Coastal Road mumbai mumbai traffic police mumbai traffic shiv sena