Mumbai Coastal Road: ૧૪ અને ૧૫ મેએ વહેલી સવારે કોસ્ટલ રોડ રહેશે બંધ- ટ્રાફિક વિભાગે એડવાઇઝરી જાહેર કરી

14 May, 2026 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Coastal Road: મુંબઈ ટ્રાફિક પોલીસે ટેમ્પરરી ટ્રાફિક એડવાઇઝરી રિલીઝ કરીને 14 મે અને 15 મે, 2026ના રોજ વહેલી સવારે કોસ્ટલ રોડ બંધ બંધ રહેશે એવી જાહેરાત કરી છે.

કોસ્ટલ રોડ

મુંબઈ કોસ્ટલ રોડ (Mumbai Coastal Road) સંબંધિત એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. મુંબઈ ટ્રાફિક પોલીસે ટેમ્પરરી ટ્રાફિક એડવાઇઝરી રિલીઝ કરીને 14 મે અને 15 મે, 2026ના રોજ વહેલી સવારે કોસ્ટલ રોડ બંધ બંધ રહેશે એવી જાહેરાત કરી છે. કોરિડોર પર મૂકવામાં આવેલ ઇમરજન્સી સિસ્ટમ્સનું પરીક્ષણ કરવામાં કોઈ અડચણ ન આવે અને વાહનોની અવરજવર સરળ રહે  તે માટે આ નિર્ણય લેવાયો છે. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) ટ્રાફિક દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ કોસ્ટલ રોડ આજે અને કાલે બંને દિવસે મોડી રાત્રે 1:00થી સવારે 6:00 વાગ્યા સુધી બંધ રહેશે. ટેસ્ટિંગની પ્રક્રિયા દરમિયાન વાહનોની ભીડ ન થઈ જાય અને સલામતી બની રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રાફિક ડાયવર્ઝનની જાહેરાત

૧૪ મે (ઉત્તર તરફ જતા વાહનો માટે):

૧૪ મેના રોજ રાત્રે ૧:૦૦ વાગ્યાથી સવારે ૬:૦૦ વાગ્યા સુધી કોસ્ટલ રોડ પર ઉત્તર તરફ જનાર વાહનો માટે ટ્રાફિક (Mumbai Coastal Road) બંધ રહેશે. આ દરમિયાન વાહનોને નેતાજી સુભાષચંદ્ર બોઝ રોડ, બી. ડી. સોમાણી જંક્શન, પ્રિન્સેસ સ્ટ્રીટ બ્રિજ, બાલભવન, મફતલાલ જંક્શન તેમજ ડી. બી. માર્ગ ટ્રાફિક વિભાગના માર્ગો મારફતે ડાયવર્ટ કરવામાં આવશે. આ માર્ગ આગળ વિનોલી ચોપાટી, બાંદ્રા બૅન્ડસ્ટૅન્ડ અને નિર્ધારિત જંક્શનો પરથી પસાર થઈ અમરસન જંક્શન મારફતે ફરી કોસ્ટલ રોડ સાથે કનેક્ટ થઈ શકશે.

૧૫ મે (દક્ષિણ તરફ જતાં વાહનો માટે)

૧૫ મેના રોજ રાત્રે ૧:૦૦ વાગ્યાથી સવારે ૬:૦૦ વાગ્યા સુધી કોસ્ટલ રોડ (Mumbai Coastal Road) પર દક્ષિણ તરફ જતાં વાહનો માટે ટ્રાફિક બંધ રહેવાનો છે. વાહનોને અમરસન જંક્શનથી સ્ટીફન ચર્ચ તરફ ડાયવર્ટ કરવામાં આવનાર છે, ત્યારબાદ કેમ્પ્સ કોર્નર, ડી. બી. માર્ગ ટ્રાફિક વિભાગના માર્ગો અને વિનોલી ચોપાટી મારફતે વાહનોને તેમના ગંતવ્ય સ્થળે મોકલવામાં આવશે.

મુંબઈના આર્કિટેક્ટ્સે મહાલક્ષ્મી રેસકોર્સમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગનો વિરોધ નોંધાવ્યો

મુંબઈ સ્થિત 102 આર્કિટેક્ટ્સ અને શહેરી આયોજકોના જૂથે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગના વિકાસનો (Mumbai Coastal Road) વિરોધ કર્યો છે. આ પ્રોજેક્ટ રેસકોર્સ ખાતે 300 એકરનો જાહેર પાર્ક બનાવવાની રાજ્ય સરકારની યોજનાનો એક ભાગ છે. મુંબઈ આર્કિટેક્ટ્સ કલેક્ટિવ નામના ગ્રુપે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને પ્રસ્તાવિત પુનર્વિકાસના રૂપમાં ખરા સમયમાં ઉભી થતી અડચણોને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. આ ગ્રુપે જણાવ્યું હતું કે, "અમે જાહેર સુવિધાઓના વિકાસનો જરાય વિરોધ નથી કરી રહ્યા. અમે માત્ર મુંબઈના એકમાત્ર બચેલા વિશાળ અને પૂરના પાણીને શોષી લેતા ગ્રાઉન્ડમાંના એકની નીચે અન્ડર ગ્રાઉન્ડ કોમ્પ્લેકસ બનાવવાનો વિરોધ કરીએ છીએ." આ સાથે જ ગ્રુપે ધ્યાન દોર્યું હતું કે જે ગાર્ડન પ્રોજેક્ટ તરીકે જેને રજૂ કરવામાં આવી રહ્યો છે તે હકીકતમાં પર્યાવરણીય, નાણાકીય અને વ્યાપારી અસરો સાથેનો એક મોટો સ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ છે.

mumbai news mumbai Mumbai Coastal Road mumbai traffic police mumbai traffic mumbai transport