Mumbai : પસાર થતી ટ્રેન પર રેતી ફેંકનારા રેલ કર્મચારીઓ સામે ફરિયાદ

23 October, 2021 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હૈદરાબાદ એક્સપ્રેસના પેસેન્જર દ્વારા એક વિડિયો મારફતે સોશિયલ મીડિયા પર ફરિયાદ મળ્યા બાદ સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ શુક્રવારે ચાલતી ટ્રેન પર રેતી અને બાંધકામ સામગ્રી ફેંકનારા રેલ કામદારો વિરુદ્ધ આરપીએફમાં કેસ દાખલ કર્યો હતો.

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે વિડિયોની તપાસ કરી છે

હૈદરાબાદ એક્સપ્રેસના પેસેન્જર દ્વારા એક વિડિયો મારફતે સોશિયલ મીડિયા પર ફરિયાદ મળ્યા બાદ સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ શુક્રવારે ચાલતી ટ્રેન પર રેતી અને બાંધકામ સામગ્રી ફેંકનારા રેલ કામદારો વિરુદ્ધ આરપીએફમાં કેસ દાખલ કર્યો હતો.

મુસાફર, લિયાકત અલી સિરોહીએ સોશિયલ મીડિયા પર એક વિડિયો ક્લિપ શેર કરી હતી જેમાં દેખાય છે કે ખંડાલા નજીક સ્ટીલ ટનલ બનાવતા રેલ કર્મચારીઓ પસાર થતી ટ્રેન પર રેતી અને ધૂળ ઉડાડે છે. સરોહીએ જણાવ્યું હતું કે તે 18 ઑક્ટોબરે CSMT- હૈદરાબાદ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે વિડિયોની તપાસ કરી છે અને ખરેખર કામદારો દ્વારા આ તોફાન કરવામાં આવ્યું છે અને તેમની સામે ઉપદ્રવ અને જાહેર સુવિધામાં દખલ કરવાના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ કહ્યું કે કામદારોના બેદરકાર વલણ માટે સંબંધિત એજન્સીને કડક ચેતવણી સાથે પત્ર આપવામાં આવ્યો છે અને જો ખરાબ વર્તન ચાલુ રહેશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

mumbai mumbai news hyderabad